નવી દિલ્લી:અફઘાનિસ્તાનમાં તાલિબાને મહિલાઓના બ્યુટી પાર્લર પર પ્રતિબંધ મૂક્યો છે અને તેમને બિઝનેસ બંધ કરવા માટે એક મહિનાની નોટિસ આપી છે. સરકારના પ્રવક્તાએ મંગળવારે આ જાણકારી આપી છે.


અફઘાનિસ્તાનમાં તાલિબાને મહિલાઓના બ્યુટી પાર્લર પર પ્રતિબંધ મૂક્યો છે અને તેમને બિઝનેસ બંધ કરવા માટે એક મહિનાની નોટિસ આપી છે. સરકારના પ્રવક્તાએ મંગળવારે આ જાણકારી આપી. અફઘાનિસ્તાનમાં મહિલાઓના અધિકારો અને સ્વતંત્રતા પર આ એક નવો પ્રતિબંધ છે. અગાઉ તેમના પર શિક્ષણ અને મોટાભાગની નોકરીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.


જાણો શું છે નિર્ણય


તાલિબાનના 'વર્ચ્યુ અને વાઇસ મિનિસ્ટ્રી'ના પ્રવક્તા મોહમ્મદ સિદ્દીક અકીફ મહાજરે પ્રતિબંધની વિગતો આપી નથી. તેણે માત્ર સોશિયલ મીડિયા પર ફરતા પત્રની સામગ્રીની પુષ્ટિ કરી. 24 જૂનના રોજ એક પત્ર શેર કરતા મંત્રાલયે કહ્યું કે, તે સર્વોચ્ચ નેતા હિબતુલ્લા અખુન્દઝાદા તરફથી મૌખિક આદેશ આપવામાં આવ્યો છે.


એક મહિનામાં ધંધો બંધ કરવાનો આદેશ


રાજધાની કાબુલ અને તમામ પ્રાંતોમાં આ પ્રતિબંધ યથાવત રહેશે અને આમાં દેશભરના સલુન્સને તેમના વ્યવસાય બંધ કરવા માટે એક મહિનાની નોટિસ આપવામાં આવી છે. આ પછી તેને બંધ કરી દેવામાં આવશે અને આ અંગે રિપોર્ટ સોંપવામાં આવશે. પત્રમાં પ્રતિબંધના કારણો આપવામાં આવ્યા નથી. અખુંદઝાદાએ અગાઉ દાવો કર્યો હતો કે તેમની સરકારે અફઘાનિસ્તાનમાં મહિલાઓના જીવનને સુધારવા માટે જરૂરી પગલાં લીધા છે તે પછી આ પત્ર જારી કરવામાં આવ્યો હતો.


દરમિયાન, ઈદ અલ-અદહાની રજાઓ દરમિયાન અફઘાનિસ્તાનના પૂર્વી નાંગરહાર પ્રાંતમાં માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા હતા અને અન્ય 168 લોકો ઘાયલ થયા હતા.


રાજ્ય સંચાલિત બખ્તર સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે પ્રાંતના વિવિધ બેદરકારીથી  ડ્રાઇવિંગ કરવના કારણે  થયેલા અકસ્માતોમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 168 લોકો ઘાયલ થયા હતા. જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. સિન્હુઆ ન્યૂઝ એજન્સીના અહેવાલને ટાંકીને કહેવામાં આવ્યું છે કે તમામ ઘાયલ મુસાફરોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.