Maldives:માલદીવના મીડિયા અહેવાલોને ટાંકીને ઈન્ડિયા ટુડેએ અહેવાલ આપ્યો છે કે, રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ મુઈઝુએ ભારતીય ડોર્નિયર એરક્રાફ્ટના ઉપયોગની મંજૂરી ન આપતા  શનિવારે (20 જાન્યુઆરી) માલદીવમાં 14 વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું. .


ડોર્નિયર એરક્રાફ્ટના ઉપયોગની ન મળી પરવાનગી


 માલદીવના રાષ્ટ્રપતિએ ભારતીય ડોર્નિયર એરક્રાફ્ટના ઉપયોગની મંજૂરી   આપતા  બ્રેઇન ટ્યુમરથી પીડિત બાળકનું મોત થઇ ગયું. આ બાળકને  અચાનક સ્ટ્રોક આવ્યો હતો. હાલ બંને દેશ વચ્ચેના સંબંધો વણસ્યા ત્યારે ભારતે આપેલું એર એમ્બલ્યુલન્સનો ઉપયોગ કરવાની રાષ્ટ્રપતિએ પરવાનગી ન આપતા  આ બાળકનું મોત થઇ ગયું. આ અસંવેદશીલ અને અમાનીવય વલણની દેશભરમાં ટીકા થઇ રહી છે.  આવી સ્થિતિમાં તેમની તબિયત બગડવા લાગી. તેમની સ્થિતિ નાજુક બની જતાં, તેમના પરિવારે તેમને ગાફ અલિફ વિલિંગિલીમાં તેમના ઘરેથી રાજધાની માલે લઈ જવા એર એમ્બ્યુલન્સની  માગણી કરી હતી.


માલદીવના મીડિયા અધાધુએ મૃતકના પિતાને  ટાંકીને જણાવ્યું હતું કે અમે સ્ટ્રોક પછી તરત જ તેને માલે લઈ જવા માટે આઈલેન્ડ એવિએશનને ફોન કર્યો હતો. આમ છતાં તેણે અમારા કોલનો જવાબ આપ્યો ન હતો. તેણે ગુરુવારે સવારે 8:30 વાગ્યે ફોનનો જવાબ આપ્યો. જ્યારે તેઓ જાણે છે કે આવી ગંભીર પરિસ્થિતિમાં કોઈપણ ગંભીર દર્દી માટે એર એમ્બ્યુલન્સ સૌથી મોટો આધાર હોયછે. જ્યારે જવાબ મળ્યો ત્યાં સુધીમાં ખૂબ વિલંબ થઇ ગયો હતો અને બાળકનું મોત થઇ ગયું હતું.                                                                                                         


કંપનીએ કરી સ્પષ્ટતા


લોકોએ હોસ્પિટલની બહાર દેખાવો કરીને બાળકના મોતને લઈને રોષ વ્યક્ત કર્યો હતો. જો કે, મેડિકલ ઈવેક્યુએશન માટે જવાબદાર કંપની આસંધ લિમિટેડે એક નિવેદન જારી કર્યું હતું કે તેણે વિનંતીની માહિતી મળતાની સાથે જ તેને ખાલી કરાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. જોકે, છેલ્લી ક્ષણે કેટલીક ટેકનિકલ ખામીઓ આવી હતી, જેના કારણે વિલંબ થયો હતો.