Indian Student Shot Dead In US: અમેરિકાના અલાબામામાં તેલંગાણાના એક વિદ્યાર્થીનું ગોળી વાગવાથી મોત થયું છે. આ કેસમાં પોલીસે એક ભારતીય નાગરિકની ધરપકડ કરી છે. તેના પર હત્યાનો આરોપ છે.


અમેરિકાના અલાબામા રાજ્યના મોન્ટગોમેરી શહેરમાં રવિવારે 5 ફેબ્રુઆરી રાત્રે એક ફિલિંગ સ્ટેશન પર અચાનક ગોળી વાગી હતી. આ ઘટનામાં 25 વર્ષીય વિદ્યાર્થી મહળાલી અખિલ સાંઈનું મોત થયું હતું. અખિલ સાઈ ભારતના તેલંગાણા રાજ્યનો રહેવાસી હતો. અહેવાલો અનુસાર, ફિલિંગ સ્ટેશન પર એક વ્યક્તિએ આકસ્મિક રીતે મિસફાયર કર્યું અને ગોળી અખિલ સાંઈના માથામાં સીધી વાગી. અખિલને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.


અખિલ સાઈ તેલંગાણાના મધિરા શહેરનો રહેવાસી હતો. માતાપિતાએ જણાવ્યું કે ડિસેમ્બર 2021માં અખિલ મોન્ટગોમરી શહેરની ઓર્બન યુનિવર્સિટીમાં એમએસ કોર્સ માટે ગયો હતો. સાથે જ તેના માતા-પિતાએ તેલંગાણા સરકાર અને ભારત સરકારને મદદ માટે અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે મૃતદેહને વહેલી તકે ભારત લાવવામાં આવે.


હત્યાના આરોપમાં ભારતીય નાગરિકની ધરપકડ


તેલંગાણા પોલીસે જણાવ્યું કે ખમ્મમ જિલ્લાના મધિરા નગરના રહેવાસી અખિલ સાંઈનું યુએસ રાજ્યના અલાબામામાં મૃત્યુ થયું છે. તેમણે કહ્યું કે ત્યાંની પોલીસે હત્યાના આરોપમાં એક ભારતીય નાગરિકની ધરપકડ કરી છે. અહેવાલો અનુસાર, ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ 23 વર્ષીય રવિ તેજા ગોલી તરીકે થઈ છે.


રવિવાર રાતની ઘટના


પોલીસ અને ફાયર કર્મીઓએ રવિવારે રાત્રે 9:30 વાગ્યે ઈસ્ટર્ન બુલવાર્ડના 3200 બ્લોકમાં અખિલ સાંઈ ગોળી વાગેલ હાલતમાં  મળી આવ્યો હતો. બાદ તેને તાબડતોબ  હોસ્પિટલ લઈ જવાયો હતો.  જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. . વિદ્યાર્થીના માતા-પિતાએ મંગળવારે જણાવ્યું કે, અખિલ ત્યાં પાર્ટ ટાઈમ પણ કામ કરતો હતો.


વાલીઓએ સરકારને અપીલ કરી છે


તેની માતાએ આંખમાં આસુ સાથે અપીલ કરી હતી કે.  "અમે અમારા દીકરાને ભણવા મોકલ્યો હતો... અમે ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું કે અમે અમારા દીકરાને આ રીતે ગુમાવીશું." અખિલના માતા-પિતાએ તેલંગાણા, ભારત અને યુએસ સરકારને પુત્રના મૃતદેહને ઘરે વહેલી તકે પહોંચાડવા  વિનંતી કરી છે.


Accident: દાહોદમાં ગરબાડા ચોકડી નજીક વહેલી સવારે રીક્ષા લઈને શાકભાજી ખરીદવા નીકળેલા દંપત્તિને ટ્રકે મારી ટક્કર, બંનેના મોત, બાળકનો બચાવ


Accident: રાજ્યમાં ગમખ્વાર અકસ્માતનો સિલસિલો ચાલુ છે. દાહોદના ગરબાડા ચોકડી નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં દંપતિનું મોત થયું અને બાળક ઘાયલ થયો.  રીક્ષા ચાલક દંપત્તિ વહેલી સવારે શાકભાજી લેવા માટે  નીકળ્યું ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી. ઘાયલ બાળકને 108 ની મદદથી સારવાર માટે ખસેડાયો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્ય હાથ ધરી હતી. દંપત્તિના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.


 રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ


રાજ્યમાં પારો ઉંચકાતા ઠંડીનું પ્રમાણ ઘટી ગયું અને ગરમીનું પ્રમાણ વધતા બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આગામી પાંચ દિવસ સુધી બેવડી ઋતુનો અનુભવ થશે. આ સાથે આગામી 22થી 26 દરમિયાન માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી તાપમાનો પારો ઉચકાયો છે જેથી સવારે ઠંડી અને બપોર બાદ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.


ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી તાપમાન વધી ગયુ છે. તાપમાનના વધારાને કારણે ઠંડીની અસર ઘટી ગઈ છે અને ગરમીનું પ્રમાણ વધી ગયુ છે. રાજ્યમાં કડકડતી ઠંડી બાદ હવે છેલ્લા ત્રણ ચાર દિવસથી પારો ઉંચકતા ગરમીમાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ ચાર દિવસ મિશ્ર ઋતુનો અનુભવ થશે. આ ઉપરાંત રાજ્યના કેટલાક શહેરોમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હજુ એક ઠંડીનો રાઉન્ડ પણ બાકી છે. હવામાંન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, પશ્ચિમ ભાગોમાં હળવો વરસાદ રહેવાની સંભાવના છે. આગામી 13મી ફેબ્રુઆરીથી વાતાવરણમાં ફેરફાર થવાની સંભાવના છે.