બોટાદઃ શહેરના પાંચપડા વિસ્તારમાં આવેલ રહેણાકી મકાનમાં ઝડપાયો નકલી ઘી નો ૧૫ કિલોનો જથો. પોલીસ તેમજ ફ્રુડ એન્ડ ડ્રગ અધિકારી દ્વારા બાતમીના આધારે ધરાયું ઓપરેશન. અધિકારીએ ઘી ના સેમ્પલ લય આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
શહેરના પાંચપાડા વિસ્તારમાં આવેલ શુભાસ નગરમાં રહેતા જગદીશભાઈ નારણભાઇ ચેખ્લીયા દેવીપુજકના રહેણાકી મકાન માંછેલા બે વરસથી નકલી ઘી બનાવતા હોય. બાતમીના આધારે બોટાદ પોલીસસ્ટેશનના પી.આઈ સી.બી.પટેલ તેમજ પોલીસ સ્ટાફ સાથે ફ્રુડ એન્ડ ડ્રગના અધિકારી સી.એલ. ભીક્ડીયાએ રેડ પાડી તે દરમિયાન આ રહેણાકી મકાનમાં ૧૫ થિ ૧૮ કિલો બનાવટી ઘી મળી આવ્યું હતું. અધિકારીઓએ આ મકાનમાં વધુ તપાસ હાથ ધરતા આ ઘી બનાવવામાં વેજીટેબલ ઘી, ચરબી તેમજ અન્ય આરોગ્યને હાનીકારક ચીજો ઝડપાઈ. ફ્રુડ એન્ડ ડ્રગના અધિકારીએ આરોગ્યને હાનીકારક ચીઝ ઝડપાતા હાલ અધિકારી ઘી ના સેમ્પલ લય વધુ તપાસ હાથ ધરી હતી.