Watch Video: હાલ સોશિયલ મીડિયા પર  એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બાળકે ઝડપથી અને સરળતાથી કપડાં કેવી રીતે ફોલ્ડ કરવા તેનો જુગાડ શોધી કાઢ્યો છે. આ વીડિયો વાયરલ થયો છે.


સોશિયલ મીડિયા પર ક્યારે કેવો વીડિયો વાયરલ થઇ જાય તેનો અનુમાન લગાવવો મુશ્કેલ છે. હાલ સોશિયલ મીડિયા પર  એક જુગાડ વીડિયોની ભરમાળ જોવા મળી રહી છે. જેને જોનાર દંગ રહી જાય છે. આ વીડિયોમાં બાળકે કપડાંને સરળતાથી અને ઝડપથી ફોલ્ડ કરવાનો જુગાડ કર્યો છે.


સામાન્ય રીતે બાળકોને શિસ્તમાં રહેવા માટે અને તેમની વસ્તુઓ સુવ્યવસ્તિ રાખવાનું માતા પિતા બાળકોને સીખવતા હોય છે. તેના માટે માતા પિતા નવી-  નવી ટ્રીક પણ અપનાવે છે. જો કે અહીં ઉલ્ટુ છે, અહીં બાળક જ કપડાંને ફોલ્ડ કરવાની નવી ટ્રીક અજમાવતો જોવા મળે છે. બાળક અનોખી રીતે કપડાંને ફોલ્ડ કરતો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થયો છે.






 


વાયરલ વીડિયોમાં બાળક એક પૂઠા પર અનોખી રીતે કપડાં ફોલ્ડ કરતો જોવા મળે છે. પૂઠાને એવી રીતે કટ કર્યું છે કે માટે બે વખત પૂઠાને વાળવાથી અને ખોલવાથી જ કપડા ખૂબ જ સારી રીતે ફોલ્ડ થતાં જોવા મળે છે. બાળક ખૂબ જ ઝડપથી પેન્ટ અને ટીશર્ટ ફોલ્ડ કરતો જોવા મળે છે. આ ટ્રીકથી બાળક પલક ઝપકવાના સમય સુધીમાં એક ટીશર્ટ  ફોલ્ડ કરતો જોવા મળે છે. આ વીડિયો યુઝર્સને એટલો ગમી ગયો કે, લોકોએ આ ટ્રીકને શેર કરવા વીડિયોને ખૂબ શેર કર્યાં, જેના કારણે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે.


હાલ આ વીડિયો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. આ ખબર લખતાં સમય સુધીમાં 6 મિલિયન યુઝર્સ આ વીડિયો જોઇ ચૂકયાં છે તેમજ બાળકને ટેલેન્ટની પ્રશંસા કરી રહ્યાં છે.