Loksabha 2024 Live Update :ભીખાજીની ઉમેદવારી પાછી ખેંચાતા આક્રોશ, ભીખાજીને ટિકિટ નહીં તો ભાજપને વોટ નહીં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપની પાંચમી યાદીમાં સામેલ થવાના નામો પર મંથન કરવામાં આવ્યું હતું.

gujarati.abplive.com Last Updated: 24 Mar 2024 02:42 PM

બ્રેકગ્રાઉન્ડ

Loksabha 2024:2024ની લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ રચાશે તે નિશ્ચિત છે. નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર જીતની હેટ્રિક કરશે તો પણ ઈતિહાસ સર્જાશે. નરેન્દ્ર મોદી સતત ત્રણ ટર્મ માટે વડાપ્રધાન તરીકે ચૂંટાયેલા પ્રથમ...More

Loksabha 2024: ભીખાજીના સર્મથકોમાં રોષ, ટિકિટ આપવા માંગ

લોકસભાની ચૂંટણીને લઇને ઉમેદવારોને લઇને હજુ પાર્ટીમાં મથામણ ચાલું છે. ગઇ કાલે ભીખાજી ઉમેદવારી પાછી  ખેંચતા સમર્થકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અરવલ્લીના મેઘરજમાં કાર્યકરોએ બેનર સાથે  વિરોધ કર્યો છે. ભીખાજી ઠાકોરને ટિકિટ નહીં તો ભાજપને વોટ નહીંના બેનર લગાવવામાં આવ્યાં છે. ભીખાજી ઠાકોરને જ ઉમેદવાર તરીકે યથાવત રાખવા માગણી ઉઠી છે