Oscar 2024: 11 માર્ચે આ OTT પ્લેટફોર્મ પર નિહાળી શકાશે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 'ઓસ્કાર 2024

Oscar 2024: ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 'ઓસ્કાર 2024' મોસ્ટ અવેઇટેડ એવોર્ડ છે. આ એવોર્ડ્સ 10 માર્ચે યોજાશે. જાણો ભારતમાં તમે 'ઓસ્કાર 2024' ક્યારે અને ક્યાં જોઈ શકશો?

Continues below advertisement

Oscar 2024: વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ 'ઓસ્કાર 2024' માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ એવોર્ડ ફંક્શનની સમગ્ર વિશ્વમાં આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. ભારતમાં પણ લોકો તેને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ વખતે એકેડેમી એવોર્ડ્સ 10 માર્ચ, 2024 (EST) ના રોજ યોજાશે. કોમેડિયન જિમી કિમેલ ચોથી વખત આ શોને હોસ્ટ કરવા માટે તૈયાર છે. તો  ભારતમાં ઓસ્કારનું લાઈવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ ક્યારે અને ક્યાં જોઈ શકો છો?

Continues below advertisement

 ભારતમાં 'ઓસ્કાર 2024' ક્યારે શરૂ થશે?

કેલિફોર્નિયાના ડોલ્બી થિયેટરમાં આયોજિત થનાર ‘ઓસ્કર 2024’ 10 માર્ચે યોજાઈ રહ્યો છે. અમેરિકામાં રેડ કાર્પેટ સમારોહ અને એવોર્ડ સમારોહ રવિવારે રાત્રે થશે, જ્યારે ભારતમાં ઓસ્કાર 2024નું લાઈવ સ્ટ્રીમિંગ સોમવારે સવારે એટલે કે 11 માર્ચે થશે.

 ભારતમાં ‘ઓસ્કર 2024’ ક્યાં જોઈ શકો છો?

ભારતીય દર્શકો OTT પ્લેટફોર્મ ડિઝની + હોટસ્ટાર પર સોમવાર, 11 માર્ચના રોજ સવારે 4:00 વાગ્યે ઓસ્કાર 2024 લાઈવ જોઈ શકાશે. મંગળવારે, ડિઝની પ્લસ હોટસ્ટારના અધિકૃત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટે આ વર્ષની મોટાભાગની ઓસ્કાર-નોમિનેટેડ ફિલ્મોની રીલને  શેર કરી હતી, કેપ્શનમા લખ્યું હતું.  “તમારા નાસ્તા લો અને સિતારોથી ભહેલો ડે એન્જોય કરો. ઓસ્કાર 2024, 11 માર્ચે Disney+ Hotstar પર લાઇવ સ્ટ્રીમિંગ. ચાલો શો શરૂ કરીએ!”

રીલમાં કેટલીક નોમિનેટ ક્લિપના અંશ પ્રસ્તુત  કર્યો છે. જેમાં કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન, ઓપેનહાઇમર,બાર્બી, મેસ્ટ્રો, પુઅર થિંગ્સ અને અમેરિકા ફિક્શન સામેલ છે.

ઓસ્કાર 2024માં ‘ઓપનહેઇમર’ને સૌથી વધુ નોમિનેશન મળ્યાં હતાં

તમને જણાવી દઈએ કે, આ વર્ષે, ક્રિસ્ટોફર નોલાનની બ્લોકબસ્ટર બાયોપિક, 'ઓપેનહિમર' ને ઓસ્કારમાં ઘણા નોમિનેશન મળ્યા છે. સિલિયન મર્ફી અભિનીત નાટકને શ્રેષ્ઠ ચિત્ર અને શ્રેષ્ઠ દિગ્દર્શક સહિત 13 નોમિનેશન મળ્યા છે. અન્ય નામાંકિત ફિલ્મોમાં બાર્બી, પુઅર થિંગ્સ અને કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂનનો સમાવેશ થાય છે.

ઝારખંડની એક ઘટના પર બનેલી ડોક્યુમેન્ટ્રીને પણ નોમિનેશન મળ્યું છે.

ભારતના ઝારખંડ રાજ્યના એક નાનકડા ગામ પર બનેલી ડોક્યુમેન્ટ્રી 'ટુ કિલ અ ટાઈગર'ને પણ ઓસ્કાર 2024ની નોમિનેશન લિસ્ટમાં સ્થાન મળ્યું છે. તેની વાર્તા ઝારખંડમાં બનેલી બળાત્કારની ઘટના અને ત્યારબાદ ન્યાય માટેની લડત પર આધારિત છે. આ ડોક્યુમેન્ટરી દિલ્હીની નિશા પાહુજાએ બનાવી છે.

 

 

.

Continues below advertisement
Sponsored Links by Taboola