Trending News:સરકારી નોકરીની આશા રાખતા લોકો અને ખાનગી નોકરીઓમાંથી દર મહિને 50,000 રૂપિયા મેળવતા કર્મચારીઓ માટે આ એક પ્રેરણાદાયી સ્ટોરી છે.  સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, રોડ કિનારે ડોસા વેચનાર વ્યક્તિ દરરોજ 20 હજાર રૂપિયા કમાઈ રહ્યો છે, ત્યારબાદ તેની માસિક આવક 6 લાખ રૂપિયા થઈ રહી છે


ડોસા વેચનાર દર મહિને 6 લાખ રૂપિયા કમાય છે


યુઝર નવીન કોપ્પારામે તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી છે. કોપ્પરામે ખુલાસો કર્યો કે, તેમના ઘરની નજીક એક ડોસા વિક્રેતા દરરોજ લગભગ 20,000 રૂપિયા કમાય છે, જે દર મહિને 6 લાખ રૂપિયાની બરાબર છે. ખર્ચ બાદ કરતા  ટેક્સ  ચૂકવતા તે તે  માસિક રૂ. 3-3.5 લાખ ઘરે લઈ જાય છે.


ટેક્સ ભરવાને લઈને વિવાદ થયો હતો


કોપ્પરામે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, "મારા ઘરની નજીક એક સ્ટ્રીટ ફૂડ ડોસા વિક્રેતા દરરોજ સરેરાશ 20 હજાર રૂપિયા કમાય છે, જે દર મહિને કુલ 6 લાખ રૂપિયા થાય છે. તમામ ખર્ચને બાદ કરતાં તે દર મહિને 3-3.5 લાખ રૂપિયા કમાય છે. તે આવકવેરા તરીકે એક પણ રૂપિયો ચૂકવતો નથી. મહિને 60,000 રૂપિયા કમાતા પગારદાર કર્મચારી સાથેની સરખામણીએ ચર્ચાને વધુ વેગ આપ્યો. કોપ્પરામે જણાવ્યું હતું કે આવા કામદારો તેમની આવકના લગભગ 10 ટકા ટેક્સમાં ચૂકવે છે, જ્યારે સ્વ-રોજગાર વ્યક્તિઓ જેમ કે શેરી વિક્રેતાઓ ઘણીવાર કરમુક્ત કામ કરે છે. તેમણે કહ્યું, “પરંતુ દર મહિને 60,000 રૂપિયા કમાતા પગારદાર કર્મચારી તેની કમાણીમાંથી માત્ર 10 ટકા જ ચૂકવે છે.


 યુઝર્સે અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી છે


પોસ્ટને @naveenkopparam નામના X એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે, જેને અત્યાર સુધીમાં 1 મિલિયનથી વધુ વખત જોવામાં આવી છે, જ્યારે ઘણા લોકોએ પોસ્ટને લાઈક પણ કરી છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા યૂઝર્સનું કહેવું છે કે, આને તો સરકારી નોકરી પર કટાક્ષ કર્યો છે. અન્ય યુઝરે લખ્યું...હવે સંન્યાસ લેવાનો સમય આવી ગયો છે. તો બીજા યુઝરે લખ્યું... હું મારો અભ્યાસ છોડીને ડોસા વેચવા ચાલ્યો.