Diwali Live Update: જવાનો સાથે દિવાળીનું સેલિબ્રેશન મારે માટે ગૌરવનો અનુભવ: Pm મોદી

PM Diwali Wish: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભકામના પાઠવી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે આ અસત્ય પર સત્યની જીત, જુલમ પર નૈતિકતા અને અંધકાર પર પ્રકાશના પર્વની શુભકામના

gujarati.abplive.com Last Updated: 12 Nov 2023 02:11 PM
ભારતની સીમા પર જવાનો એ દેશનું સૌથી મોટું સુરક્ષા ક્વચ:PM મોદી

વડાપ્રધાન મોદી દર વર્ષની જેમ આ વર્ષે પણ સૈનિકો સાથે દિવાળીનું સેલિબ્રેશન કરવા પહોંચ્યા હતા. આ વર્ષે તેઓ હિમાચલના લેપચા પહોંચ્યા અને જવાનો સાથે દિવાળીનું મનાવી, સૈનિકોનો ઉત્સાહ વધાર્યો હતો. સૈનિકોને સંબોધિત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, અમારા જવાનો દરેક પડકારનો સામનો કરવા તૈયાર, પરિવારથી દૂર રહેતા જવાનો પરિવારથી દૂર છે છતાં ચહેરા પર ઉદાસી નથી તેમની સાથે દિવાળીનું સેલિબ્રેશન મારા માટે ગર્વની પળ છે

આ વર્ષે વડાપ્રધાન મોદી દિવાળીની ઉજવણી કરવા હિમાચલ પ્રદેશના લેપચા પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે દેશના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવા સરહદ પર પહોંચે છે. આ વર્ષે વડાપ્રધાન મોદી દિવાળીની ઉજવણી કરવા હિમાચલ પ્રદેશના લેપચા પહોંચ્યા છે. 2014થી દરેક વખતે વડાપ્રધાન દેશના જવાનો સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરવા પહોંચી રહ્યા છે.





Diwali 2023 President Droupadi Murmu: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને દિવાળીની પાઠવી શુભકામના

આજે દિવાળીનું પાવન પર્વ, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ દેશવાસીઓને પાઠવી શુભકામના, એકસ પર પોસ્ટ કરીને પાઠવી શુભકામના





Diwali LIVE: દીપોત્સવ પર રામ મંદિરની ભવ્ય તસવીરની ઝલક

દિવ્ય દીપોત્સવ કાર્યક્રમ દરમિયાન ભગવાન રામના ભવ્ય મંદિરની તસવીર ઇન્ટરનેટ પર શેર કરવામાં આવી રહી છે





Diwali LIVE: અયોધ્યાનો દીપોત્સવ નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બન્યો

દીપોત્સવ' એ 22.23 લાખથી વધુ દીવાઓ પ્રગટાવીને નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો





Diwali LIVE: અયોધ્યા શહેરમાં રામલીલાનો મંચ તૈયાર : યોગી આદિત્યનાથ

અયોધ્યામાં રોશનીનો ઉત્સવ જોવા માટે લાખો ભક્તો ઉમટ્યા છે. આ દરમિયાન ભવ્ય રામલીલા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.





Diwali Live Update: દર વર્ષે પીએમ મોદી સૈનિકો સાથે સેલિબ્રેટ કરે છે દિવાળી

વર્ષ 2014માં શિયાચિન ગ્લેશિયરમાં, વર્ષ 2015માં પંજાબના અમૃતસરમાં, વર્ષ 2016માં હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં પીએમ સૈનિકો સાથે દિવાલી મનાવી હતી. તેના પછી વર્ષ 2017 માં કાશ્મીરના ગુરેજમાં, વર્ષ 2018 માં સાંજે ને ઉત્તરાખંડ કેદારનાથ અને વર્ષ 2019માં જમ્મુ સંભાગના રાજૌરીમાં સેનાની મહિલાઓની સાથે દિવાલી મનાવી હતી.


2020 માં પીએમ મોદી ને દિવાલી રાજસ્થાનના જૈસલમેરમાં મનાવી હતી.  વર્ષ 2021 માં રાજૌરી જીલાના નવશહરા અને વર્ષ 2022 માં કરગિલમાં સૈનિકો સાથે પીએમ નરેન્દ્ર મોદીની દિવાલી મનાવી હતી,.  પીએમ મોદી દર વર્ષ દિવાળી પર સૈનિકો વચ્ચે પહોંચીને તેનો ઉત્સાહ વધારે છે

Diwali LIve Update: સીમા પર જવાનો સાથે PM મોદીની દિવાળી

દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સરહદ પર જવાનો સાથે દિવાળી ઉજવશે. જો કે આ અંગે ભારતીય સેના અથવા વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ સૂત્રોએ જણાવ્યું છે કે PMની દિવાળી છમ્બ સેક્ટરમાં સેનાની 191 બ્રિગેડ સાથે યોજાશે.


ભારતીય સેનાના જવાનોએ PM મોદીને આવકારવા અને જમ્મુમાં અંકુશ રેખા પાસે છમ્બ સેક્ટરમાં દિવાળીની ઉજવણીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સંબંધિત સૈન્ય એકમના સૂત્રોએ જણાવ્યું કે સૈનિકોએ પીએમ મોદી માટે  ખાસ મીઠાઈ બનાવડાવી છે.

સીએમ યોગી આદિત્યનાથે જનતાને દિવાળીના અભિનંદન પાઠવ્યા

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ દિવાળીની શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું, "અસત્ય પર સત્યની જીત, અત્યાચાર પર સદાચાર, અંધકાર પર પ્રકાશના મહાન તહેવાર દિવાળીના અવસર પર રાજ્યની જનતાને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ."ઉત્તર પ્રદેશના સીએમએ લખ્યું, "ભગવાન શ્રી રામ અને માતા જાનકીની કૃપાથી, આ પવિત્ર તહેવાર તમારા બધાના જીવનને સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સ્વાસ્થ્યના સફેદ પ્રકાશથી પ્રકાશિત કરે. જય શ્રી રામ."





PM Diwali Wish:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળીની પાઠવી શુભકામના

PM Diwali Wish: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભકામના પાઠવી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે આ અસત્ય પર સત્યની જીત, જુલમ પર નૈતિકતા અને અંધકાર પર પ્રકાશના પર્વની શુભકામના


 





બ્રેકગ્રાઉન્ડ

આજે 12 નવેમ્બર, રવિવારના રોજ દિવાળી છે અને આ તહેવાર પર દેવી લક્ષ્મીનું આગમન થાય છે. દિવાળીની રાત્રે ઘરને રોશની, રંગોળી અને ફૂલોથી શણગારવામાં આવે છે. દિવાળી પર, સૂર્યાસ્ત પછી દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને પછી ઘરની અંદર અને બહાર દરેક જગ્યાએ દીવા પ્રગટાવવામાં આવે છે. દર વર્ષે, હિંદુ કેલેન્ડર મુજબ, દિવાળીનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની અમાવાસ્યાની તારીખે ઉજવવામાં આવે છે. દિવાળીની રાત્રે બુદ્ધિ આપનાર અને વિઘ્નો દૂર કરનાર ભગવાન ગણેશની પૂજા કરીને દેવી લક્ષ્મીની સાથે સુખ, સમૃદ્ધિ અને સમૃદ્ધિની કામના કરવામાં આવે છે.દિવાળી પર દેવી લક્ષ્મીની પૂજા કરવાથી અને દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ બની રહે છે. આવો જાણીએ મહાલક્ષ્મીના પૂજના માટેના શુભ મૂહૂર્ત ક્યાં કયાં છે.


દિવાળી કેમ મનાવાયા છે?


ધાર્મિક ગ્રંથો અનુસાર, કારતક મહિનાની અમાવાસ્યાના દિવસે, ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ અવધિ પૂર્ણ કરીને તેમના જન્મસ્થળ અયોધ્યા શહેરમાં પરત ફર્યા હતા. આ અવસર પર અયોધ્યાની સમગ્ર જનતાએ દીપોત્સવનું આયોજન કરીને ભગવાન શ્રી રામનું સ્વાગત કર્યું હતું. ત્યારથી, દિવાળીનો તહેવાર દર વર્ષે કારતક મહિનાની અમાવસ્યા તિથિએ સમાન ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ સાથે ઘરો તેમજ આસપાસના સ્થળોને પણ રોશનીથી શણગારવામાં આવ્યા છે.


દિવાળીનો સમય


કારતક અમાવસ્યા તારીખ શરૂ થાય છે - 12મી નવેમ્બર 2023 બપોરે 02:45 વાગ્યે


કારતક અમાવસ્યા તારીખ સમાપ્ત થાય છે - 13 નવેમ્બર 2023 બપોરે 02:56 વાગ્યે


પ્રદોષ કાલનું મુહૂર્ત


12 નવેમ્બર, 2023 ના રોજ, પ્રદોષ કાલ સાંજે 5:29 થી 08:07 સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન, વૃષભ સમયગાળો એટલે કે નિશ્ચિત ઉર્ધ્વગામી સાંજે 05:40 થી 07:36 સુધી ચાલશે.


લક્ષ્મી પૂજા મુહૂર્ત- 05:40 થી 07:36


લક્ષ્મી પૂજા માટેના શુભ મૂહૂર્ત


દિવાળી 2023 લક્ષ્મી પૂજાનો શુભ સમય


આ વખતે દિવાળી પર લક્ષ્મી પૂજન માટે બે શુભ મુહૂર્ત છે. પહેલો શુભ સમય સાંજનો છે અને બીજો સમય નિશિતા કાળમાં છે. તમે જે મુહૂર્તમાં પૂજા કરવા માંગો છો તે તમે નીચે જોઈ શકો છો.


દિવાળી લક્ષ્મી પૂજનનો પહેલો શુભ સમય: સાંજે 05:39 થી 07:35 PM


દિવાળી પર લક્ષ્મી પૂજનનો બીજો મુહૂર્તઃ બપોરે 11:39 થી 12:32 સુધી


આયુષ્માન યોગ: 12મી નવેમ્બર, સવારે 04:25 વાગ્યા સુધી


સૌભાગ્ય યોગ: 13મી નવેમ્બરે સાંજે 04:25 PM થી 03:23 PM


સ્વાતિ નક્ષત્રઃ 12મી નવેમ્બર, સવારે 02.51 વાગ્યા સુધી 13મી નવેમ્બરે. 2 ;51 સુધી


સૌભાગ્ય યોગમાં લક્ષ્મી પૂજા દ્વારા ભાગ્યમાં વૃદ્ધિ થશે.


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.