ગાંધીનગર:કોઈ પણ રીતે અમેરિકા જવાની લાલચમાં ગુજરાતમાંથી વધુ એક પરિવાર વિખેરાયો... જેમાં મળતી માહિતી મુજબ કલોલનો બ્રીજ કુમાર નામનો યુવક તેની પત્ની અને પુત્ર સાથે એંજટ થકી અમેરિકા જવા પંદર દિવસ પહેલા નીકળ્યો હતો.. જેમાં મેક્સિકોની બોર્ડર પરથી પરિવારે ગેરકાયદે ઘૂસણઘોરી કરવાની હતી.. ત્યારે બોર્ડર પર 30 ફૂટની દીવાલ પરથી નીચે પટકાતા યુવકનું મોત થયું.. જ્યારે પત્ની અને પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાથી પત્નીને અમેરિકાની હોસ્પિટલ જ્યારે પુત્રને મેક્સિકોની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે... તો સમગ્ર મુદ્દે હવે ગાંધીનગર આર.ડી.સી.એ તપાસના આદેશ આપ્યા છે.. અને કલોલના મામલતદાર તપાસ કરશે... મળતી માહિતી પ્રમાણે પરિવાર ઉત્તરપ્રદેશનો છે.. જેમાં યુવક કલોલ GIDCમાં નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે.. અને કેતુલ નામના એજન્ટ થકી અમેરિકા જવાનું નક્કી કરાયું હતું...તો અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરાવતા કલોલના વધુ એક એંજટના કારસ્તાનથી ચકચાર મચી છે.
Honeytrap: ખૂબસૂરત યુવતીએ ગુજરાતના 4 IPS અધિકારીને ફસાવીને બાંધ્યા સંબંધ ? પછી બ્લેકમેઈલ કરીને લાખો પડાવ્યા ?
Honey trap: ગુજરાતના ચાર આઈપીએસ અધિકારીને ખૂબસુરત યુવતીએ પ્રેમ જાળવામાં ફસાવ્યા હતા. એટલું જ નહીં તેમને બ્લેકમેલ કરીને મોટી રકમ પડાવી હોવાની ચર્ચા થઈ રહી છે.
ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, ગુજરાતના ચાર આઈપીએસ અધિકારીઓને હની ટ્રેપમાં ફસાવનારી ખૂબસુરત યુવતીના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ યુવતી કરાઈ એકેડમીમાં ઘોડે સવારી શીખવા આવતી હતી. તે એગાઉથી જ પ્લાન કરીને આવી હતી. ઘોડે સવારી કરવા માટે ખૂબ જ ટૂંકા વસ્ત્રો પહેરીને અને બ્યુટી પાર્લરમાંથી તૈયાર થઈને તેમજ ગોગલ્સ ચઢાવીને કરાઈમાં આવતી હતી.
યુવતીને મનમોહક રૂપ પર મોહી પડ્યા આઈપીએસ અધિકારીઓ
યુવતીએ બનાવી લીધો અંગત પળોનો વીડિયો
ધીમે ધીમે યુવતીની જાળમાં ચાર આઈપીએસ અધિકારીઓ ફસાયા હતા. આ યુવતીએ સમયાંતરે વિવિધ સ્થળોએ લઈ જઈ તમામ પ્રકારની ખ્વાઇશ પૂરી કરી હતી અને અંગત પળોનો વીડિયો ઉતારી લીધો હતો. ત્યાર બાદ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ શરૂ કર્યુ હતું. તેણે દરેક અધિકારી પાસેથી ચોક્કસ રકમનો તોડ કર્યો હતો.
આ ચારેય અધિકારીએ બદનામીની બીકે યુવતી સામે કોઈ કાર્યવાહી કરી નથી. હવે આ યુવતીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેને લઈ કેટલાક સનદી અધિકારીઓ એવી ચર્ચા કરે છે કે હની ટ્રેપમાં ફસાયેલા આઈપીએસ અધિકારીઓએ સામે આવીને આ યુવતીની સામે ફરિયાદ કરવી જોઈએ.
Surat: એપ પરથી આવ્યો ફોટો, વેપારીએ કર્યો લાઇકને ફસાયો હની ટ્રેપમાં જાણો વિગત
સુરતના ગોડાદરાના ઇલેક્ટ્રોનિક્સનો વેપારી ડિજિટલ હની ટ્રેપમાં ફસાયો છે. મિંગલર એપ પર ફોટો લાઈક કરતા મેસેજ આવ્યો હતો.જે બાદ વેપારી ફસાયો હતો. સોશિયલ મીડિયા પર વાતો કરી બીભત્સ વીડિયો રેકોર્ડ કરી ફસાવ્યો હતો અને 50 હજાર પડાવી લીધા હતા. જેને લઈ યુવાને ગોડાદરા પોલીસે મથકમાં ફરિયાદ નોઁધાવી હતી.