Turkiye Earthquake: તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક 29 હજારને વટાવી ગયો છે. હજુ પણ સેંકડો લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે.
6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપને કારણે ભયંકર તબાહી સર્જાઈ છે. મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. આ દરમિયાન રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે. કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવા માટે બચાવકર્મીઓ દિવસ-રાત કામ કરી રહ્યા છે. બરબાદી અને નિરાશા વચ્ચે કાટમાળમાંથી બચી જવાના ચમત્કારિક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે.
તુર્કી ભૂકંપના લગભગ 128 કલાક બાદ બે મહિનાના બાળકને બચાવી લેવામાં આવ્યું હતું. તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક 29 હજારને વટાવી ગયો છે. 85 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.
128 કલાક બાદ બાળક જીવતો મળ્યો
તુર્કીમાં બચાવ કાર્ય દરમિયાન 'જાકો રખે સાઇયા ઉસે માર સકે ના કોઈ' કહેવત પણ સાચી સાબિત થઈ રહી છે. સેંકડો ટન વજનના કાટમાળમાં બચી જવાના અનેક ચમત્કારી દ્રશ્યો સામે આવી રહ્યા છે. તુર્કીના હટેમાં શનિવારે કાટમાળ નીચેથી બે મહિનાના બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું. આ બાળક માટે ટોળાએ તાળીઓ પાડી અને તેને બચાવી શક્યાનો આનંદ તેમના ચહેરા પર દેખાતો હતો. ભૂકંપના લગભગ 128 કલાક બાદ બાળક જીવતો મળી આવ્યો હતો.
તુર્કીમાં ભૂંકપની ભયાવહતા વચ્ચે ચમત્કાર
તુર્કીના મીડિયા અનુસાર, ભૂકંપના પાંચ દિવસ બાદ બચાવી લેવામાં આવેલા લોકોમાં બે વર્ષની બાળકી, છ મહિનાની ગર્ભવતી મહિલા અને એક 70 વર્ષની મહિલાનો સમાવેશ થાય છે. તુર્કીમાં આવેલા પ્રચંડ ભૂકંપ બાદ સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. લાખો લોકો બેઘર બન્યા છે. હજુ પણ સેંકડો લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે.
રાહત અને બચાવ કાર્ય ચાલુ
ભારત સહિત વિશ્વભરના બચાવકર્મીઓની ટીમો તુર્કી અને સીરિયામાં રાહત કાર્યમાં લાગેલી છે. હજારો બચાવકર્મીઓ કડકડતી ઠંડીમાં કાટમાળની નીચે જિંદગીની તલાશમાં લાગી ગયા ઠેય આ ભયંકર આફતમાં લાખો લોકો પ્રભાવિત થયા છે અને તેઓને હવે મદદની સખત જરૂર છે. અસરગ્રસ્ત લોકોને આશ્રયસ્થાનોમાં લઈ જવામાં આવી રહ્યા છે.
Operation Dost Video : આ વીડિયો જોઇ દરેક ભારતીય અનુભવશે ગર્વ, ભૂકંપની સ્થિતિ વચ્ચે તુર્કીમાં ફરકાવ્યો તિરંગો, જુઓ વીડિયો
તુર્કી અને સીરિયામાં વિનાશકારી ભૂકંપે તબાહી મચાવી છે. ચારેબાજુ વિનાશના દ્રશ્યો જોવા મળે છે. વિવિધ સ્થળોએ લોકો કાટમાળ નીચે દટાયેલા છે, તેમને બચાવવાના પ્રયાસો ચાલુ છે. ભૂકંપના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા પણ 26 હજારને પાર થઈ ગઈ છે.
Operation Dost Video : તુર્કી અને સીરિયામાં વિનાશકારી ભૂકંપે તબાહી મચાવી છે. ચારેબાજુ વિનાશના દ્રશ્યો જોવા મળે છે. વિવિધ સ્થળોએ લોકો કાટમાળ નીચે દટાયેલા છે, તેમને બચાવવાના પ્રયાસો ચાલુ છે. ભૂકંપના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા પણ 26 હજારને પાર થઈ ગઈ છે.
તુર્કી અને સીરિયામાં વિનાશકારી ભૂકંપે તબાહી મચાવી છે. ચારેબાજુ વિનાશના દ્રશ્યો જોવા મળે છે. વિવિધ સ્થળોએ લોકો કાટમાળ નીચે દટાયેલા છે, તેમને બચાવવાના પ્રયાસો ચાલુ છે. ભૂકંપના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા પણ 26 હજારને પાર થઈ ગઈ છે. દરમિયાન, ભારત તરફથી પણ ત્યાં સતત મદદ મોકલવામાં આવી રહી છે. ભારતીય સેનાએ તુર્કીમાં ફિલ્ડ હોસ્પિટલ બનાવી છે, જ્યાં ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે. ભારતીય સેનાના જવાનોએ શનિવારે આ હોસ્પિટલમાં ત્રિરંગો ફરકાવ્યો હતો, જેને જોઈને દરેક ભારતીયને ગર્વ થાય છે.