Ukraine Russia War: રશિયા અને યુક્રેન વચ્ચે 35 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાના સૈનિકો સતત યુક્રેનના શહેરોને ટાર્ગેટ કરી રહ્યા છે. કેટલાય શહેર તબાહ થઈ ચૂક્યા છે. સાથે મોટી સંખ્યામાં નિર્દોષ લોકો માર્યા ગયા છે. આ ઉપરાંત બન્ને દેશોના હજારો સૈનિકો પણ આ યુદ્ધમાં માર્યા ગયા છે. યુક્રેનના અંદાજે 50 લાખ લોકો પલાયન કરવા મજબૂર થયા છે. જે લોકો અહીં બચ્ચા છે તેઓ પોતાના શહેરને રશિયાના આક્રમણથી તબાહ થતું જોઈ રહ્યા છે. જો કે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના નેતૃત્વમાં યુક્રેનની સેના રશિયાને મુંહતોડ જવાબ આપી રહી છે. ઓછા સૈનિકો અને ઓછી સૈન્ય સુવિધાઓ વચ્ચે પણ યુક્રેની સેનાએ રશિયા સામે મજબૂતીથી લડત આપી રહી છે. યુક્રેની સેનાએ દાવો કર્યો છે કે તેમણે રશિયાના 17 હજાર સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા છે.


યુદ્ધમાં રશિયાના 17,300 સૈનિકો માર્યાનો દાવો


યુક્રેની સેનાનો દાવો છે કે, 24 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 17,300થી વધુ રશિયાના સૈનિકો માર્યા ગયા છે. આ ઉપરાંત 1700થી વધુ બખ્તરબંધ વાહનો તબાહ થયા છે. યુક્રેને રશિયાના 650 ટેન્ક પણ બરબાદ કર્યાનો દાવો કર્યો છે. આ ઉપરાંત કેટલાય એન્ટી એરક્રાફ્ટ, વારફેયર સિસ્ટમ,રોક્ટ લોન્ચ સિસ્ટમ,130થી વધુ પ્લેને તોડી પાડ્યાનો દાવો કરવામાં આવ્યો છે. યુક્રેની સેનાનો દાવો છે કે, તેમની સેનાએ 130થી વધુ હેલિકોપ્ટર, કેટલીય ફ્યૂલ ટેંક અને પાણીના જહાજ તબાહ કર્યા છે.



યુદ્ધમાં રશિયાને કેટલું નુકશાન થયું(યુક્રેની સેનાના દાવા પ્રમાણે)



- 7,300 રશિયન સૈનિકો માર્યા ગયા


. 1,723 રશિયન બખ્તર વાહન તબાહ


. રશિયાના 605 ટેંક બરબાદ


- 1,184 સૈન્ય વાહન તબાહ


- 54 એન્ટી એરક્રાફ્ટ વોરફેયર સિસ્ટમ તબાહ
-96 રોકેટ લોન્ચ સિસ્ટમ નષ્ટ
- 131 વિમાન તોડી પાડ્યા
 - 75 ફ્યૂલ ટેંક બરબાદ 
- 131 હેલિકોપ્ટર તોડી પાડવામાં આવ્યા
- 81 યૂએવી તબાહ
- 7 વોટ તબાહ