આ રજૂઆતો બાદ હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે ચાર્જશીટની નકલ અરજદારને આપવામાં આવે. અને સાથે જ સીબીઆઈને તપાસ સોંપવા માટે સુપ્રીમ કોર્ટે શું નિર્દેશો જારી કરેલા છે તેની વિગતો પણ રજૂ કરવામાં આવે. આ મામલે આગામી બુધવારે સુનાવણી થશે.
કાંતિભાઈ ચાવડાએ કરેલી જાહેર હિતની અરજીમાં દાવો કરાયો છે કે થાનગઢમાં 2012માં દલિતો પર થયેલા ફાયરિંગના કેસમાં પોલીસે સમરી ભરી દીધી છે. અને કેસની યોગ્ય તપાસ થઇ નથી. તેવા સંજોગોમાં ઉનામાં દલિતો પર થયેલા અત્યાચાર મામલે પણ નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ થાય તેવું લાગતું નથી. અને દલિતો પરના અત્યાચારની તપાસ દબાવી દેવા પ્રયત્નો થાય તેવી ભીતિ પણ વ્યક્ત કરાઈ છે.