અમદાવાદઃ માધુપુરા પોલીસે એટીએમની ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ કરી હતી. ૨૧ ઓગસ્ટનાં રોજ દુધેશ્વર રોડ પર આવેલા યુનિયન બેંકનાં એટીએમમાંથી આરોપી પંકજ મકવાણા દ્વારા એટીએમ તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. રવિવારનાં દિવસનો લાભ લઇ આ ચોર એટીએમમાં સળીયો લઇને ઘુસ્યો હતો. અને અડધો કલાક સુધી તેને તોડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. આ સમગ્ર ઘટના એટીએમનાં સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. માધુપુરા પોલીસે સીસીટીવીને આધારે આરોપી પંકજ મકવાણાની ધરપકડ કરી છે. આરોપી દારૂ પીવાની લત ધરાવતો હોવાને કારણે આ કૃત્ય કર્યું હોવાનું કબુલ્યું હતું.