નવી દિલ્લીઃ દિવાળીના તહેવારો પછી ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં 23મી નવેમ્બરથી સ્કૂલ-કોલેજો શરૂ કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ વધ્યા પછી એવા અહેવાલ વહેતા થયા હતા કે, ગૃહ મંત્રાલયે 31મી ડિસેમ્બર સુધી આખા દેશમાં તમામ સ્કૂલ અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જોકે, કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ અહેવાલને રદિયો આપ્યો છે અને આવો કોઈ આદેશ ન કરાયો હોવાનું જણાવાયું છે.

ભારત સરકારના પીઆઇબીફેક્ટ ચેક મારફતે ગૃહમંત્રાલય દ્વારા જણાવાયું છે કે, આવો કોઈ આદેશ જારી કરાયો નથી. તેમજ આ દાવો ખોટો છે.


રાજધાની દિલ્હીમાં કોરોનાનુ સંકટ વધુને વધુ વિકટ બનતુ જઇ રહ્યું છે. જીવલેણ કોરોના દિવસે દિવસો લોકોને મોતના મોંમાં ધકેલી રહ્યો છે. હજુ નવેમ્બર મહિનો પુરો પણ નથી થયો ત્યાં તો કોરોનાથી મોતનો આંકડો બે હજારને પાર કરી ચૂક્યો છે. એકલા નવેમ્બરમાં 2001 કોરોના દર્દીઓ જીવ ગુમાવી ચૂક્યા છે, સાથે અત્યાર સુધીનો કુલ મોતનો આંકડો 8 હજારને પાર કરી ચૂક્યો છે. આમાંથી લગભગ બે હજાર મોતો 1 નવેમ્બરથી 23 નવેમ્બરની વચ્ચે નોંધાઇ છે.

દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દિલ્હીમાં સતત ચોથા દિવસે કોરોનાથી 100થી વધુ લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 121 લોકોના મોત થયા છે. આ સાથે હવે કોરોનાથી કુલ મોતનો આંકડો 8512 પર પહોંચી ગયો છે.