સૈન એન્ટોનિયોમાં KSAT ટેલિવિઝનએ પોલીસ સૂત્રોના હવાલા દ્રારા સમાચાર આપતા જણાવ્યું કે, ટાંકીને ટ્રકની અંદર 46 લોકોના મૃતદેહ મળ્યાં છે. વધુ ગરમીના કારણે શ્વાસ રૂંધાતા મોત થયાનું સામે આવ્યું છે.
અમેરિકાના ટેક્સાસ રાજ્યના સેન એન્ટોનિયો શહેરમાં એક મોટો અકસ્માત થયો છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, એક ટ્રકની અંદર 46 લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રેક્ટર-ટ્રેલરમાંથી લગભગ 46 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. કાયદા મંત્રીએ જણાવ્યું કે, ટેક્સાસના સાન એન્ટોનિયોમાં ટ્રેક્ટર-ટ્રેલરની અંદર ઓછામાં ઓછા 46 લોકો મૃત મળી આવ્યા હતા.
KSAT ટીવીએ કેટલાક સ્ત્રોતોને ટાંકીને જણાવ્યું હતું કે સેન એન્ટોનિયો, ટેક્સાસમાં એક ટ્રેક્ટર-ટ્રેલરની અંદર ઓછામાં ઓછા 46 લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ જ અન્ય ઘણા લોકોને અલગ-અલગ સંજોગોમાં નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોચી હતી જો કે ટ્રકમાં ગરમીન કારણે શ્વાસ રૂંધાવાથી બધાના મોત થયાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, આ અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનો મામલો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સિટી કાઉન્સિલના વડા એડ્રિયાના રોચા ગાર્સિયાના જણાવ્યા અનુસાર, ટ્રકમાંથી જે લોકોના મૃતદેહ મળ્યા છે તે તમામ પ્રવાસી છે.
હાલમાં, મૃત્યુ કેવી રીતે થયું તે હજુ સુધી સ્પષ્ટ થયુ નથી. સાન એન્ટોનિયો પોલીસે હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. KSAT રિપોર્ટર દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા ફોટામાં મોટી ટ્રકની આસપાસ પોલીસ વાહનો અને એમ્બ્યુલન્સ દેખાય છે. સૈન એન્ટોનિયો, જે મેક્સીકન સરહદથી લગભગ 160 માઇલ (250 કિમી) દૂર છે, સોમવારે ઉચ્ચ તાપમાન 103 ડિગ્રી ફેરનહીટ (39.4 ડિગ્રી સેલ્સિયસ) સુધી પહોંચ્યું હતું.
અતિશય ગરમીના કારણે અકસ્માત!
સેન એન્ટોનિયો ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરાયેલા 16 લોકોએ હીટ સ્ટ્રોકની ફરિયાદ કરી છે. હાલમાં એવું માનવામાં આવે છે કે આ તમામ બંધ ટ્રકની અંદર બેઠા હતા અને કાળઝાળ ગરમીના કારણે તેમની તબિયત લથડી હતી અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ મામલામાં ઘણા લોકોને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા છે.