Uttarayan 2023 Live Update: મકર સંક્રાંતિના અવસરે અકસ્માત ટાળવા સુરત પોલીસ કર્યો આ મહત્વનો આદેશ

આજે મકરસંક્રાંતિના પર્વને લઇને પતંગ રસિયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દાન પૂજા અને પતંગબાજી સાથે લોકો ઉતરાણની મોજ માણી રહ્યાં છે,

gujarati.abplive.com Last Updated: 14 Jan 2023 02:23 PM

બ્રેકગ્રાઉન્ડ

આજે મકરસંક્રાંતિના પર્વને લઇને પતંગ રસિયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  દાન પૂજા અને પતંગબાજી સાથે લોકો ઉતરાણની મોજ માણી રહ્યાં છે, તો બીજી તરફ  ફાફડા જલેબીનું ધૂમ વેચાણ...More

Makar Sankranti 2023: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટલે પોળમાં પેચ લડાવી મનાવી ઉતરાણ

આજે સમગ્ર રાજ્યમાં ઉમળકાભેર ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે. નાના મોટી સૌ કોઈ પતંગો ચગાવી રહ્યા છે. આજે આજે ગુજરાતના સીએમ ભુપેદ્ર પટેલે પણ પતંગ ચગાવી હતી. સીએમએ અમદાવાદના દરિયાપુરની નવા તળિયા પોળમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. સીએમ ભુપેન્દ્ર પટેલના આગમનથી કાર્યકરોમાં પણ જોશ જોવા મળ્યો હતો.