વડોદરાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે વડોદરામાં ગઈ કાલે એક જ દિવસમાં કોરોનાથી 10 લોકોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. ડોક્ટર, શાકભાજીના વેપારી સહિત 10 લોકોના મોત થયા છે. આ મૃતકોમાં આણંદના ડોક્ટર, જંબુસરના શાકભાજીના વેપારી, નાગરવાડાના વેપારી, એમજે પરીખ સ્કુલના નિવૃત ક્લાર્કનો સમાવેશ થાય છે. જોકે, આરોગ્ય વિભાગ દ્વારા આ મોત કંફર્મ કરાયા નથી. કોર્પોરેશન ડેથ ઓડીટના નામે મૃતકોના નામ અને સંખ્યા જાહેર કરતું નથી.


નોંધનીય છે કે, સરકારની અખબારી યાદી પ્રમાણે ગઈ કાલે ગુજરાતમાં કુલ 19 લોકોના મોત થયા છે. જેમાંથી અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 7, સુરત કોર્પોરેશન વિસ્તારમાં 3, વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં 2, જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં 1, સુરતમાં 1, મહેસાણામાં 1, પાટણમાં 1, ખેડામાં 1, વલસાડમાં 1 અને સુરેન્દ્રનગરમાં 1 મોત થયું છે.