વડોદરાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના કેટલાક નેતાઓને પણ ચપેટમાં લઈ લીધા છે. રાજ્યસભાની ચૂંટણી પછી પ્રદેશ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ મૌલિન વૈષ્ણવને કોરોનાનો ચેપ લાગ્યો હતો. તેમને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં બેંકર્સ હાર્ટ સુપરસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમજ તેમને ગાઇડલાઇન પ્રમાણે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.


નોંધનીય છે કે, હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ બે દિવસથી તાવ નહીં ઉતરતા ફરીથી ભાઈલાલ અમીન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ હાલ તેમની કોરોનાની સારવાર ચાલું કરવામાં આવી છે. ગત 29મી જૂને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.