વડોદરા: વડોદરામાં એક યુવકની હત્યાના કેસમાં ડ્રગ માફિયાની સંડોવણી હોવાના આક્ષેપ સાથે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન થઇ છે. મૃતક યુવકના પિતા તરફથી કરાયેલી અરજીમાં આ સમગ્ર મામલાની સીબીઆઈ તપાસ કરવા અંગેની માંગ કરાઈ છે. અરજદારની રજૂઆત છે કે પોલીસે મૃતકને ખોટી રીતે ડ્રગ એડિક્ટ ગણાવીને ખોટી દિશામાં તપાસ કરીને આખા કેસને ગેરમાર્ગે દોર્યો છે. અરજીકર્તાએ કહ્યું છે કે ગુજરાત અને મહારાષ્ટ્રના ડ્રગ માફિયા સંકળાયેલા હોવાથી પોલીસ પણ તપાસમાં ઢીલાશ દાખવી રહી છે. આ અરજીના પગલે હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ જાહેર કરીને ખુલાસો માંગ્યો છે.