વડોદરાઃ વડોદરાના વાઘોડીયા ચોકડીના બ્રિજ પર ટ્રેલર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 11 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 17 યાત્રીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સુરતથી પાવાગઢ તરફ આઈસર જઈ રહી હતી ત્યારે જ વાઘોડિયા ચોકડી પાસે ટેમ્પો અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 11 યાત્રીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃતકોમાં એક બાળક, પાંચ મહિલા અને ત્રણ પુરુષો છે. તમામ મુસાફરો આહીર પરિવારના અને મૂળ નાની ખેરાડી ગામના રહેવાસી છે. તેમજ સુરતના વરાછામાં રહેતા હતા અને હીરાનું કામ કરતા હતા.
આ અકસ્માતમાં 17 યાત્રીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેમને સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં પોલીસ, ક્લેક્ટર, SDM સહિતના અધિકારીઓ હાજર છે. સાથે જ SSG હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ રંજન ઐયર પણ તાત્કાલિક અસરથી ત્યાં પહોંચ્યા છે. મુખ્યમંત્રી રૂપાણીએ પણ આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. આજે વહેલી સવારે 4 વાગે સુરતથી પાવાગઢ દર્શને જતા આઇસર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં આઇસર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી ગયો હતો.
મૃતકોની યાદી
-હંસાબેન ખોડાભાઇ જીંજા(ઉ.11)
-ભૌતિક ખોડાભાઇ જીંજા(ઉ.11)
-દિનેશભાઇ ઘુઘાભાઇ બદલાણીયા
-દેવાંશી બિજલ ખડીયા
-નેન્સી નરેશભાઇ જીન્જુવાડીયા
-પ્રિન્સ ઘનશ્યામ કલસરીયા
-દક્ષાબેન ઘનશ્યામ કલસરીયા
-ઉત્તમ હરીશભાઇ જીન્જુવાડીયા
-રૂતિક જીન્જુવાડીયા
-ખોડાભાઇ ચુનાભાઇ આહીર
સુરતથી આઇસરમાં બેસીને પાવગઢ દર્શને જતાં આહીર પરિવારને વાઘોડિયા પાસે નડ્યો અકસ્માત, 11 લોકોના મોતથી અરેરાટી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Nov 2020 09:53 AM (IST)
મૃતકોમાં એક બાળક, પાંચ મહિલા અને ત્રણ પુરુષો છે. તમામ મુસાફરો આહીર પરિવારના અને મૂળ નાની ખેરાડી ગામના રહેવાસી છે. તેમજ સુરતના વરાછામાં રહેતા હતા અને હીરાનું કામ કરતા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -