વડોદરા: પાદરા તાલુકાના રણુ ગામેથી સાવલી તાલુકાના ગોઠડા ગામે ભાણીનાં લગ્નમાં મોસાળામાં આઈસર લઈને ગયા હતા. જ્યાંથી પરત ફરી રહ્યાં હતા તે દરમિયાન સાંજે મહુવડ અને રણુ રોડ ઉપર સામેથી રેતી ભરેલ ડમ્પરનાં ચાલક બેફામ ગતિએ હંકારી આઈસરને ધડાકાભેર અથડાઈ હતી. જેમાં આઈસરમાં બેઠેલી 6 મહિલાઓનાં ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતાં જ્યારે 6 લોકોને હોસ્પિટલ ખસેડતા સમયે મોત નીપજ્યા હતાં. આ ઘટનાની જાણ થતાં જ સમમગ્ર જિલ્લામાં માતમ છવાઈ ગયો હતો.


શનિવારે પાદરાના રણુ ગામે રહેતાં અબ્બાસભાઈ હિંમતભાઇ ચૌહાનની ભાણીનાં લગ્ન સાવલીનાં ગોઠડા ગામે યોજાયા હતા. જ્યાં રણુ ગામેથી મહિલાઓ અને પુરુષો આઈસરમાં બેસી સવારે ગોઠડા ગામે ગયા હતાં. જ્યાં મોસાળુ પતાવીને સાંજે રણુ ગામે આઈસરમાં પરત ફરીતાં હતાં તે દરમિયાન મહુવડથી રણુ વચ્ચે પસાર થઈ રહ્યાં હતા. ત્યારે સામેથી આવી રહેલા એક ડમ્પર ચાલકે બેફામ ગતિએ ચલાવી રહ્યો હતો જોકે અચાનક જ ડમ્પરનાં ચાલકે કાબૂ ગુમાવી દેતાં આઈસરને ધડાકાભેર અથાડતાં આઈસરનું એક બાજુનું પડખું ચિરાઈ ગયું હતું.

આઈસર ટેમ્પોમાં સવાર 6 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા જ્યારે અન્ય 6 લોકોને હોસ્પિટલ સારવાર લઈ જવા રહ્યા હતાં તે દરમિયાન મોત નિપજ્યાં હતાં. આ અકસ્માતમાં 20 ઈજાગ્રસ્તોને 108માં પાદરા અને વડુ હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. મૃત્યુ પામનાર પૈકી 10 મહિલાઓ છે.

આ ઘટના અંગે જાણ થતાં જ આસપાસના લોકો ઉમટી પડ્યાં હતાં અને રોડ ઉપર તથા હોસ્પિટલમાં લોકો પહોંચી ગયા હતા. પોલીસે સ્થળ ઊપર પહોંચીને સમગ્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને ડમ્પર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

મૃતકોના નામ

1. મોહસિનભાઇ રમઝાનખાન પઠાણ (35) (રહે. ફતેગંજ વડોદરા)
2. રૂકશાનાબહેન મોસિનભાઇ રમઝાનખાન પઠાણ (35) (રહે. ફતેગંજ વડોદરા)
3. જૈયેદાબહેન સબ્બીરભાઇ એહમદ મલેક (48) (રહે. રણુ તા. પાદરા)
4. સુભાનબહેન સજાદભાઇ ઇસ્માઇલભાઇ સીંઘા (32) (રહે. રણુ. તા. પાદરા)
5. માહેનુરબહેન ફીરોઝભાઇ અલ્લારખાભાઇ ચૌહાણ (8) (ભોજ તા. પાદરા)
6. નસરીનબહેન ફીરોઝભાઇ અલ્લારખાભાઇ ચૌહાણ (32) (ભોજ. તા.પાદરા)
7. સલીમ રઝાક શેખ (55) (રહે. સુરત)
8. અફસાના ઇકબાલ ચૌહાણ (17) (રહે. રણુ તા. પાદરા)
9. સુફીય અમરસંગ સીંધા (16) (રહે. રણુ તા. પાદરા)
10. સમીન હનીફ ચૌહાણ (35) (રહે. રણ તા. પાદરા)
11. મહેક ફીરોઝ ચૌહાણ (4) (રહે. ભોજ તા. પાદરા)
12. સહેનાઝ હીતેશ સોલંકી (35) (રહે. રણુ તા. પાદરા)