Boat Accident Live: વડોદરામાં ભયંકર બોટ દુર્ઘટના, પ્રવાસે આવેલા વિદ્યાર્થીઓથી ભરેલ બોટ ડૂબી,14નાં મોત

વડોદરામાં હરણી તળાવમાં ભયંકર બોટ દુર્ઘટનામાં બાળકો અને શિક્ષકોના મોત થયા છે. બોટમાં ક્ષમતા કરતા વધુ લોકો હોવાથી બોટ પલટી હોવાનો ખુલાસો થયો છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 18 Jan 2024 08:16 PM

બ્રેકગ્રાઉન્ડ

Boat Accident Live:વડોદરા શહેરમાંની કાળજું કંપાવનારી ઘટના બની છે. અહીં હરણી તળાવમાં બોટ ડૂબી જતાં સાતથી વધુ વિદ્યાર્થીના મોત થયા છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ શાળાના 82 વિદ્યાર્થીઓ પ્રવાસમાં હરણી તળાવે...More

Boat Accident Live: જાનવી હોસ્પિટલમાં નવ મૃતદેહ રખાયા,થોડીવારમાં મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ પહોંચશે વડોદરા

Boat Accident Live: વડોદરા બોટ દુર્ઘટનાના પગલે થોડીવારમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષસંઘવી  વડોદરા પહોંચશે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા પણ વડોદરા જવા રવાના થયા છે. બોટ પલટી જવાની દુર્ઘટનામાં 13 વિદ્યાર્થી, 2 શિક્ષકોના મોત થયા છે. જાનવી હોસ્પિટલમાં નવ મૃતદેહ રખાયા છે.