વડોદરાઃ શહેરની રિફાઇનરી (vadodara refinery)માં કોરોના વિસ્ફોટ થયો છે. રિફાઇનરીમાં મોટી સંખ્યામાં કર્મચારી કોરોના(Corona) સંક્રમિત થયા છે. કર્મચારીઓ તેમજ પરિવારના સભ્યો મળીને 166 લોકો સંક્રમિત થયા છે. સંક્રમિત થયેલા પૈકીના 71 કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનો રિફાઈનરી ટાઉનશીપમાં રહે છે. રિફાઇનરીમાં આટલી હદે કોરોના વકરવાની પ્રથમ ઘટના છે.
વડોદરાની નંદેસરીની SBIબેન્કમાં કોરોના વકર્યો છે. બ્રાન્ચના 12 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. કર્મચારીઓ સંક્રમિત થતા બેન્ક બંધ કરવી પડી છે. GIDCના મોટાભાગના ઉદ્યોગોના બેન્ક એકાઉન્ટ SBI બ્રાન્ચમાં છે. બેન્ક બંધ રહેતા કરોડોના ટ્રાન્જેક્શન વિલંબમાં પડવાની શક્યતા છે. સેનેટાઈઝેશનની પ્રક્રિયા બાદ બેન્ક શરૂ કરાશે.
વડોદરા શહેરમાં કોરોનાને લઈ ચોકવનારા આંકડા સામે આવ્યા છે. દર 16 ટેસ્ટમાં (Corona test) 1 કોરોના પોઝિટિવ રિપોર્ટ આવી રહ્યો છે. ગઈ કાલે 5512 ટેસ્ટિંગ સામે 354 કોરોના પોઝિટિવ આવ્યા હતા. પહેલા 48 ટેસ્ટ બાદ 1 કોરોના પોઝિટિવ કેસ આવતો હતો. ગાંધીનગર-ભાવનગરથી વધુ 47 ડોક્ટરો બોલાવાયા છે.
MBBS હાલમાં જ પાસ કરેલ 162 વિદ્યાર્થીઓ પણ સહાયક તરીકે જોડાશે. નર્સીગ કોલેજના 78 કર્મીઓ પણ સહાયક તરીકે જોડાયા છે. ગઈકાલે 25ના કોરોનાથી મોત થયા હતા. જોકે સરકારી ચોપડે માત્ર 1 જ મોત નોંધાયું છે. કુલ 5073 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ 1857 ઓક્સિજન-ICUમાં છે. વડોદરામાં 27998 કુલ કોરોના કેસ છે. જ્યારે 249 કુલ મોત થયા છે.
વડોદરામાં જીવલેણ કોરોના શિક્ષિકાને ભરખી ગયો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલના શિક્ષિકાનું કોરોનાના કારણે મોત થયું છે. શિક્ષણ સમિતિની શાળામાં કોરોનાના કારણે મોતની પ્રથમ ઘટના બની છે. 35 જેટલા શિક્ષકો પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. અગાઉ 25 શિક્ષકો સંક્રમિત થયા હતા. છેલ્લા બે દિવસમાં 10 શિક્ષકો સંક્રમિત થતા આંકડો 35 એ પહોંચ્યો છે. કોરોના બેકાબુ બનતા શિક્ષકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2220 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 10 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મૃત્યુ થયાં હતા. આજે રાજ્યમાં 1988 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,88,565 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12263 પર પહોંચ્યા છે. જેમાંથી 147 લોકો વેન્ટિલેટર પર અને 12116 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.51 ટકા પર પહોંચ્યો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશન(AMC)માં 5, સુરત કોર્પોરેશન(SMC)માં 4, અને વનડોદરામાં 1 મોત સાથે કુલ 10 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4510 લોકોના કોરોનાથી મોત થયા છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1988 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,88,565 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 12263 છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 606, સુરત કોર્પોરેશનમાં 563, વડોદરા કોર્પોરેશનમાં 209 , રાજકોટ કોર્પોરેશનમાં 164, સુરત 84, વડોદરા 48, રાજકોટ 43, ભાવનગર કોર્પોરેશન-38, નર્મદા 37, જામનગર કોર્પોરેશન 27, ગાંધીનગર કોર્પોરેશન 26, મહેસાણા 26, ગાંધીનગર 25, મહીસાગર 25, ખેડા 24, પાટણ 23, દાહોદ 22, મોરબી 21, અમરેલી 20, પંચમહાલ 20, જામનગર 19, આણંદ 18, કચ્છ 17, સાબરકાંઠા 16, સુરેન્દ્રનગર 14, ભરૂચ 13, વલસાડા13, ભાવનગર 10, છોડા ઉદેપુર 8 અને અમદાવાદમાં 7 કેસ નોંધાયા હતા.