ઘોઘંબાઃ પંચંમહાલ જિલ્લામાં ઘોઘંબા તાલુકાના સાજોરા ગામની સીમમાંથી પ્રેમી પંખીડાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક યુવક યુવતી બંને વાવકુલ્લી ગામના રહેવાસી છે. સવારે બંનેના મૃતદેહો એક જ દોરીથી વૃક્ષ ઉપર લટકેલા મળી આવ્યા હતા. દામાવાવ પોલીસે ઘટના સ્થળે પહોચી મૃતદેહ પીએમ માટે ખસેડયા હતા.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, એક જ ગામના યુવક યુવતીને પ્રેમસંબંધ બંધાયા હતા. જોકે, યુવતીના લગ્ન અન્ય યુવક સાથે પરિવારે નક્કી કરી નાંખ્યા હતા. આમ, બંનેનો પ્રેમ સમાજ નહીં સ્વીકારે અને બંને સાથે નહીં રહી શકે તેવા ડરથી બંને સોમવારે મોડી રાત્રે ઘરેથી ભાગી ગયા હતા. તેમજ સાજોરા ગામની સીમમાં બાઇક પર આવી ગયા હતા. અહીં એક વૃક્ષ પર બંનેએ નાયલોનની દોરી વડે આપઘાત કરી લીધો હતો.
બીજી તરફ યુવતી ઘરેથી ગુમ થતાં પરિવારે શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન સાજોરા ગામની સીમમાં યુવક-યુવતીએ વૃક્ષ સાથે લટકીને આપઘાત કર્યો હોવાની જાણ થતાં પરિવારજનો ત્યાં તપાસ માટે પહોંચતા તેમના સંતાનો મૃત હાલતમાં મળી આવ્યા હતા. બનાવ અંગે પોલીસે અપમૃત્યુની જોગવાઈ મુજબ કાર્યવાહી કરી બંનેના મૃતદેહનું પીએમ કરાવ્યું હતું.
Ahmedabad : PSI કોન્સ્ટેબલ યુવતી સાથે શરીર સુખ માણવા હોટલમાં ગયો, યુવતીના કોન્સ્ટેબલ પતિને થઈ જાણ ને આવી પહોંચ્યો.........
અમદાવાદઃ શહેરના પશ્ચિમ વિસ્તારના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને મહિલા કોન્સ્ટેબલના પ્રેમપ્રકરણને લઈ પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે. પીએસઆઇ અને કોન્સ્ટેબલ યુવતી પાલડીની એક હોટલમાં પહોંચ્યા હતા. જોકે, તેની જાણ યુવતીના પતિને થઈ જતા તેઓ હોટલે પહોંચી ગયા હતા. જોકે, હોટલ સ્ટાફે તેમને અટકાવતા અને પીએસઆઇને આ મેસેજ મળી જતાં તેઓ લિફ્ટથી બેઝમેન્ટમાં ઉતરી ભાગી ગયા હતા. પરંતુ મહિલા કોન્સ્ટેબલ પત્ની પતિના હાથે આવી ગઈ હતી.
એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ અને મહિલા કોન્સ્ટેબલનું પ્રમપ્રકરણનો ભાંડો ફૂટતા ઝોન-7 પોલીસ કચેરીએ ઇન્કવાયરીનો હૂકમ કરતાં પીએસઆઇનો ખુલાસો પૂછવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ચર્ચા મુજબ ગત શુક્રવારે પોલીસ સ્ટેશન પાસે આવેલી એક હોટલમાં આ આખી ઘટના બની હતી. પીએસઆઇ અને મહિલા કોન્સ્ટેબલ હજુ હોટલના રૂમમાં પહોંચ્યા હતા ત્યાં જ થોડીવારમાં જ યુવતીના પતિ હોટેલ પહોંચી ગયા હતા.
એક તરફ યુવતીના પતિને હોટલ સ્ટાફે રોકી રાખ્યા હતા. બીજી તરફ પીએસઆઇને મેસેજ મળી જતાં તેઓ ત્યાંથી લિફ્ટ મારફત ભાગી ગયા હતા. પીએસઆઇ તો છટકી ગયા હતા, પરંતુ પતિને પત્ની હોટલમાંથી મળી આવી હતી. જોકે, દંપતીએ આ અંગે બીજી કોઈ કાર્યવાહી કરી નથી. જોકે, આ પ્રેમપ્રકરણની વાત ઝોન-7 ડીસીપી સુધી પહોંચતા ડીસીપીએ એસીપીને ઇન્કવાયરી કરવા આદેશ આપ્યા છે.
આ કિસ્સામાં કોઈ તથ્યો પ્રકાશમાં આવશે કે નહીં તે અંગે પણ ચર્ચા થઈ રહી છે. જોકે, હોટલના સીસીટીવી તપાસવામાં આવે તો ઘટનાનું સત્ય સામે આવી શકે છે.