હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે વડોદરાની GSFC કંપનીમાં કોરોનાના પગપેસારો થયો છે. GSFCના વધુ 19 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે જેને લઈને ખળભળાટ મચી ગયો હતો. GSFCમાં અત્યાર સુધી 150 કર્મચારી અને અધિકારીઓ કોરોના સંક્રમિત થયા છે.
કોરોનાનાા કહેર વચ્ચે વડોદરાની GSFC કંપનીમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. GSFCના વધુ 19 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં અન્ય કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
નોંધનીય છે કે, અત્યાર સુધી GSFCના 150 કર્મચારી અને અધિકારી કોરોનાથી સંક્રમિત થયા છે. CMDના ડ્રાઈવર, ફાયર, લોજિસ્ટિક, એનાલિસ્ટ વિભાગ, લેબ અને પ્રોડકશન ડિપાર્ટમેન્ટ, સિક્યુરિટી વિભાગમાં કોરોના પ્રસર્યો છે. જેને કારણે GSFCના અન્ય કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
નોંધનીય છે કે, વડોદરામાં હાલ 1639 એક્ટિવ કેસ છે જ્યારે અત્યાર સુધી કોરાનાથી 162 દર્દીઓના મોત નિપજ્યાં છે.
વડોદરાની કઈ જાણીતી કંપનીમાં 19 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, અન્ય સ્ટાફમાં જોવા મળ્યો ફફડાટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Sep 2020 09:15 AM (IST)
કોરોનાનાા કહેર વચ્ચે વડોદરાની GSFC કંપનીમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. GSFCના વધુ 19 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં અન્ય કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -