વડોદરા: સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરામાં કોરોના વાયરસના વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને 207 ઉપર પહોંચી ગઈ છે. નાગરવાડા, કારેલીબાગ, રાજમહેલ રોડ, રાવપુરા અને ન્યાયમંદિર વિસ્તારમાં પોઝિટિવ કેસો નોંધાયા છે. વડોદરા શહેર-જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઈરસથી 7 લોકોનાં મોત નિપજ્યાં છે.


મંગળવારે રાત્રે વડોદરા જિલ્લાના કરજણના 63 વર્ષીય ગોવિંદભાઇ શનાભાઇ વણકરનું કોરોના વાયરસથી મોત નિપજ્યું હતું. 20 એપ્રિલના રોજ તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.

બોડેલીમાં કોરોના વાયરસથી સંક્રમિત બે વર્ષની બાળકી સાજી થયા બાદ તેને મંગળવારે ગોત્રીની GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. આ બાળકી છોટે ઉદેપુર જિલ્લાની બીજી એવી દર્દી હતી જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.