વડોદરા: શિનોર વિસ્તારમાં ભાઈબીજના દિવસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દિવેર મઢી નર્મદા નદીમાં ત્રણ કિશોર ડૂબ્યા છે. મળતી માહિતી પ્રમાણે  ત્રણ પૈકી એક કિશોરની લાશી મળી છે, જ્યારે અન્ય બેની શોધખોળ કરવામાં આવી રહી છે. જે કિશોરની ડેડબોડી મળી છે તેનું નામ અક્ષય રમેશ વસાવા છે.




કિશોરો ડૂબવાની ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ અક્ષય રમેશ વસાવા નામના કિશોરની બોડી બહાર કાઢવામાં આવી હતી. હાલમાં કિશોરના મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ છે. હજી અન્ય બેની શોધખોળ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.


 અત્યારે રાજ્યમાં ઠેર ઠેર દિવાળીનો માહો છે, ત્યારે સુરતમાંથી એક અનહોની ઘટના સામે આવી છે, અહીં રામ રાખે તેને કોણ ચાખે કહેવત પુરવાર કરતી ઘટના ઘટી છે, અહીં એક સાત વર્ષના બાળક પર આખેઆખી વૉલ્વો કાર ચઢી ગઇ છતાં પણ બાળક આબાદ રીતે જીવત રહ્યું હતુ. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ ગઇ છે. 


સુરત શહેરમાંથી દિવાળીના તહેવારોમાં એક વિચિત્ર અકસ્માતની ઘટનાએ બધાને ચોંકાવી દીધા હતા. ખરેખરમાં, શહેરના કતારગામ વિસ્તારમાં એક વૉલ્વો કારે અકસ્માત સર્જ્યો છે. જ્યારે કતારગામમાં એક બાળક, જે સાત વર્ષનો હતો, તે રસ્તાં પર ફટકડાં ફોડી રહ્યો હતો, તે દરમિયાન ત્યાંથી પસાર થતી એક વૉલ્વો કારના ચાલકે આખી કાર બાળક પર ચઢાવી દીધી હતી. જોકે, સદનસીબે બાળકનો આબાદ બચાવ થયો હતો, આ ઘટનામાં બાળકને મોં અને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. 


મોરબીમાં રામ રામ કહેતાં ફાયરિંગ, ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ


ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. લીમડીવાળી સડક પર સમાન્યમાં બોલાચાલી બાદ પથ્થમારો થયો હતો. બે જૂથ વચ્ચે સર્જાયેલા ઝઘડામાં પથ્થરમારો થયો હતો. જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ પથ્થરમારાની ઘટનામાં એક કારને પણ નુક્સાન થયું છે. જો કે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. નૂતન વર્ષે જ ભાવનગર જિલ્લામાં હત્યાના બે- બે બનાવથી ખળભળાટ જોવા મળ્યો છે. કુંભારવાડા વિસ્તારમાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે દિવાળી પર ગોપાલ ચુડાસમા નામના યુવકને પિતા- પુત્ર સાથે બોલાચાલી થઈ હતી. જોત જોતામાં શાબ્દિક ટપાટપી બાદ વાત વણસતા ગોપાલ ચુડાસમા પર છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. જેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. યુવકની હત્યાને પગલે મૃતકના પરિવારજનો રોષે ભરાયા છે.  પરિવારજનોએ જ્યાં સુધી હત્યારાઓ પકડાઈ નહીં ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. હાલ તો બોર તળાવ બી ડિવીઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.