વડોદરાઃ વાઘોડિયામા 31stની રાતે દારૂની મહેફિલ માણતા નબીરા ઝડપાયા છે. ઓરબીટ 99 બંગ્લોઝના બંગ્લા નંબર 92માં 31stની પાર્ટીનું આયોજન કરાયું હતું. મ્યુઝીક સિસ્ટમ સાથે નાચગાન કરી દારૂની મહેફિલ માણી રહ્યા હતા. છ યુવકો સહિત ત્રણ યુવતીઓએ મહેફિલ યોજી હતી.
વાઘોડિયા પોલીસે રેડ કરી નબીરાઓની પાર્ટીના રંગમા ભંગ પાડ્યો હતો. બ્રીઝા કાર, BMW અને 9 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. 17,55, 400નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસ રેડ દરમ્યાન 4 ઊંચી બ્રાન્ડની શરાબની બોટલ, ૮ પ્લાસ્ટીકના ગ્લાસ મળી આવ્યા હતા.
નબીરાઓ પકડાતા ઊંચી લાગવગ શરૂ કરાઈ હતી. તમામ નબીરાઓ વડોદરા શહેરના છે. પોલીસે આરોપીઓની ઘરપકડ કરી મેડિકલ ચેકઅપ કરાયુ હતું. કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા આગળની કાર્યવાહિ હાથ ધરાઈ હતી.
વડોદરામાં દારૂની મહેફિલ માણતી યુવતીઓ ઝડપાઇ, જાણો ક્યાં ચાલતી હતી મહેફિલ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 2021 03:41 PM (IST)
વાઘોડિયા પોલીસે રેડ કરી નબીરાઓની પાર્ટીના રંગમા ભંગ પાડ્યો હતો. બ્રીઝા કાર, BMW અને 9 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. 17,55, 400નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસ રેડ દરમ્યાન 4 ઊંચી બ્રાન્ડની શરાબની બોટલ, ૮ પ્લાસ્ટીકના ગ્લાસ મળી આવ્યા હતા.
તસવીરઃ વાઘોડિયા પોલીસે રેડ કરી નબીરાઓની પાર્ટીના રંગમા ભંગ પાડ્યો હતો. છ યુવકો સહિત ત્રણ યુવતીઓની ધરપકડ કરી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -