હાલોલઃ વડોદરા-હાલોલ રોડ પર આવેલી અનુપમ સોસાયટીના બંધ મકાનમાંથી યુવતીની હત્યા કરાયેલી અને હાથ-પગ બાંધેલી હાલમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. ઘરમાંથી ભારે દુર્ગંધ આવતાં લોકોએ પોલીસને જાણ કરતાં યુવતીની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.
આ અંગેની વિગતો એવી છે કે, મૂળ ઝાંખરીયા ગામની વતની અને છેલ્લા પાંચ વર્ષથી ભાડેથી મકાન રાખીને રહેતી ચંચિબેન રાઠવા નામની 35થી 40 વર્ષની યુવતીની ઘરમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી છે. અંદાજે એક મહિના ઉપરાંતથી યુવતીની કોઈ અવરજવર ના જણાતા અને પુત્રને જાણ થતાં પુત્ર દ્વારા મકાન નું તાળું તોડવામાં આવતા મકાનમાંથી હાથપગ બાંધેલ હાલતમાં દુર્ગંધ મારતી લાશ મળી આવી હતી. મહિલાની ક્રૂર હત્યા કરાઈ હોવાની શક્યતા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.
મૃતક ચંચિબેનને સંતાનમાં બે પુત્રો અને બે પુત્રીઓ છે. પીએમનો રિપોર્ટ આવ્યા પછી હત્યા અંગે વધુ માહિતી સામે આવશે. એકલવાયું જીવન જીવતી યુવતીનું રહસ્યમય રીતે મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ઘઈ છે. જોકે, યુવતીની હત્યા કોણે અને કેમ કરી તે તપાસ પછી જ જાણવા મળશે.
હાલોલઃ ઘરમાંથી હાથ-પગ બાંધેલી હાલતમાં હત્યા કરાયેલી મળી આવી યુવતીની લાશ, કોણ છે આ યુવતી અને કોણે કરી હત્યા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 2021 12:20 PM (IST)
મૂળ ઝાંખરીયા ગામની વતની અને છેલ્લા પાંચ વર્ષથી ભાડેથી મકાન રાખીને રહેતી ચંચિબેન રાઠવા નામની 35થી 40 વર્ષની યુવતીની ઘરમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી છે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -