વડોદરાઃ શહેરમાં કોરોનાનો કહેર વિસ્તરી રહ્યો છે. આજે વધુ 8 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. વડોદરામાં જે નવા કેસ સામે આવ્યા છે તેમાંથી 7 દર્દી તો માત્ર નાગરવાડા વિસ્તારના જ છે. ઉપરાંત આજવા રોડની બહાર કોરોનીના એક દર્દીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. વડોદરામાં નાગરવાડા વિસ્તાર હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે આ પહેલા ગઈકાલે સાંજે પણ વડોદરામાં 17 પોઝિટિવ કેસ આવ્યા હતા જે તમામ નાગરવાડા વિસ્તારમાંથી આવ્યા હતા. વડોદરાના આજના નવા કેસ સાથે જિલ્લાના કુલ કેસની સંખ્યા 47એ પહોંચી ગઈ છે. વડોદારમાં કુલ 6 દર્દી સાજા થઈ ગયા હોય તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જ્યારે 2 લોકોના મોત થયા છે.

વડોદરામાં કુલ 47 કેસ છે તેમાંથી 6 વ્યક્તિ વિદેશથી પ્રવાસ કરીને આવેલ છે જ્યારે 41 વ્યક્તિ એવા છે જેમને લોકલ ટ્રાન્સમિશનથી ચેપ લાગ્યો છે.

ગુજરાત રાજ્યની વાત કરીએ તો કુલ કેસની સંખ્યા 316એ પહોંચી ગઈ છે. તેમાંથી 267 એક્ટિવ કેસ છે જેમાંથી 2 ક્રિટિકલ છે જ્યારે 257 સ્ટેબલ છે. જ્યારે 30 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 19એ પહોંચ્યો છે.