વડોદરા : રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. વડોદરામાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. વડોદરામાં આજે કોરોના વાયરસના નવા 96 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 4572 થઈ ગઈ છે.

કોરોનાથી આજે વધુ 31 દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. વધુ 3 દર્દીઓના મૃત્યુ પણ થયા છે. કુલ 807 સેમ્પલમાંથી 96 કેસ પોઝિટિવ આવ્યા છે.

કોરોનાથી આજે વધુ 31 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી 3456 દર્દી સાજા થયા છે. આજે કોરોનાથી વધુ 3 દર્દી ના મોત પણ થયા છે, આ સાથે જ કુલ મૃત્યુઆંક 87 પર પહોંચ્યો છે. બુધવારે  વડોદરા કોર્પોરેશનમાં-72 કેસ નોંધાયા હતા, જ્યારે વડોદરા જિલ્લામાં 23 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. બુધવારે અત્યાર સુધીના સૌથી વધુ 1144 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 24ના કોરોનાથી મોત થયા હતા. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 59,126 થઈ ગઈ છે.