વડોદરા: સમા સાવલી રોડ ખાતે અકસ્માત સર્જાયો છે. જેમાં ઝડપની મજા મોતની સજા સાબિત થઈ છે. સામે આવેલી વિગતો અનુસાર 20 વર્ષીય યુવાન પુરઝડપે મોપેડ ચલાવતો હતો. ઓવર સ્પીડના કરાણે યુવકે મોપેડ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જે બાદ ઓવર બ્રીજની રેલિંગમાં મોપેડ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.




મોપેડ પર બે યુવાનો સવાર હતા. આ અકસ્માતમાં મોપેડ સવાર એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે. આ અકસ્માતમી જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી. જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. તો બીજી તરફ અન્ય ઇજાગ્રસ્ત યુવકની સારવાર હાથ ધરાઈ છે. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.


રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી નાની વયે હાર્ટ એટેક આવવાની અનેક ઘટનાઓ સામે આવી જ છે અને હજુ પણ આ સિલસિલો યથાવત છે. આ જ ક્રમમાં ગોધરામાં વધુ એક યુવકનું હાર્ટ એટેકને કારણે મોટ થયું છે. ગોંદ્રા કિસાન સોસાયટી વિસ્તારમાં રહેતા 45 વર્ષના ઈસહાક હુસેન સુરતી નામના યુવકનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે.


હાર્ટ એટેકનાં કારણે યુવાનોનાં મોતની આ ત્રીજી ધટના સામે આવી


મોડી રાત્રે અચાનક તબીયત લથડતાં યુવકને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનુ મોત થયું હતું. જવાન જોધ દીકરાનાં અચાનક મોતને પગલે સુરતી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. ગોધરા શહેર ખાતે એક જ મહીનામાં હાર્ટ એટેકનાં કારણે યુવાનોનાં મોતની આ ત્રીજી ધટના સામે આવી છે.


હાર્ટ એટેક અંગે જાહેર કરવામાં આવેલ સરકારી ડેટા ચેતવણી આપનારો છે


હાર્ટ એટેક અંગે જાહેર કરવામાં આવેલ સરકારી ડેટા ચેતવણી આપનારો છે. આજે ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે હાર્ટ એટેકનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. નિષ્ણાતોના મતે, કોવિડ 19 પછી હૃદય રોગનું જોખમ અનેકગણું વધી ગયું છે. NCRB દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ડેટા અનુસાર, માત્ર પાછલા વર્ષ 2022માં જ હાર્ટ એટેકના કેસોમાં 12.5% ​​નો વધારો થયો છે. આવો જાણીએ શું કહે છે સરકારી આંકડા અને હાર્ટ એટેકથી બચવા શું કરવું...