વડોદરા: કરજણ તાલુકાના નારેશ્વર પાસે આવેલ સાયરગામે નર્મદા નદીમાં 22 વર્ષીય ગણેશ નામનો યુવક ડૂબ્યો છે. 22 વર્ષીય ગણેશ નામનો યુવાન નર્મદા નદીમાં નાહવા પડ્યો હતો તે દરમિયાન ડૂબ્યો હતો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર 22 વર્ષીય ગણેશ સુંદર પવાર નામનો કિશોર વડોદરાના માંજલપુરનો રહેવાસી છે. વડોદરા એન.ડી.આર.એફ.ની ટીમે નર્મદા નદીમાં ડૂબેલ 22 વર્ષીય કિશોરની શોધખોળ હાથ ધરી છે. હાલ શોધખોળ ચાલુ છે. કરજણના સાયર ગામ પાસે આવેલ નર્મદા નદીમાં 22 વર્ષીય ગણેશ નામના કિશોર ની ડૂબવાની ઘટના ને લઈ કરજણ પોલીસ, વડોદરા એન.ડી.આર.એફ.ની ટીમ શોધખોળમાં લાગી છે.


મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં SIT ના રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ


મોરબી ઝુલતા પુલ તૂટવાની દૂર્ઘટના કેસમાં સરકારે નિમેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનો પ્રિલીમીનરી રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં સામે આવ્યું છે કે ઓરેવા કંપની અને મોરબી નગરપાલિકા વચ્ચેના કરારને જનરલ બોર્ડની પૂર્વ મંજૂરી જરૂરી હતી. પરંતુ જનરલ બોર્ડની પૂર્વ સંમતિ પણ લેવામાં આવી ન હતી, અને કરાર બાદ મળેલા જનરલ બોર્ડમાં પણ સંમતિ માટે મુદ્દો ન હોતો મુકાયો.


મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ અને ઉપ-પ્રમુખે કરારના મુદ્દાને યોગ્ય રીતે લીધો નહિ અને સક્ષમ ટેકનીકલ એક્સપર્ટ અને કન્સલ્ટ કર્યા વિના રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું. રિપેર વર્ક શરૂ કરતા પહેલા મેઇન કેબલ અને વર્ટિકલ સસ્પેન્ડરનું ટેસ્ટીંગ ન હોતું કરાયું. સાથે જ સામે આવ્યું છે કે 49માંથી 22 કેબલ પહેલેથી જ કટાયેલા હતા. જે એ દર્શાવે છે કે આ વાયરો પુલ તૂટ્યો તે પહેલાંના જ તૂટી ગયેલા હતા અને બાકીના 27 વાયરો દુર્ઘટનામાં તૂટ્યા. સાથે જ નવા સસ્પેન્ડરની સાથે જુના સસ્પેન્ડર વેલ્ડીંગ કરી દેવાયા હતા અને આમ ઓરેવા કંપનીએ અસક્ષમ એજન્સીને કામ આઉટસોર્સ કરી દીધું હતું.


એસેઆઈટીના રિપોર્ટ અનુસાર ઓરેવા કંપની ચીફ ઓફિસર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ જ કરારમાં સહી કરનારા હતા. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ અને ઉપ-પ્રમુખે કરારના મુદ્દાને યોગ્ય રીતે લીધો નહિ. રિપેર વર્ક શરૂ કરતા પહેલા મેઇન કેબલ અને વર્ટિકલ સસ્પેન્ડરનું testing કરવામાં આવ્યું ન હતું. નોંધનીય છે કે, 30 ઓક્ટોબર 2022ના રોજ ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તૂટી પડ્યો, જેના કારણે 130થી વધુ લોકોનાં મોત થયા હતા. 19મી સદીમાં બંધાયેલો આ પુલ ચાર દિવસ અગાઉ સમારકામ માટે લાંબા સમય સુધી બંધ રહ્યા બાદ નવા વર્ષના દિવસે ફરીથી ખોલવામાં આવ્યો હતો.