વડોદરા: વાઘોડિયામા એક ગાંડાતુર બનેલ ડમ્પરે અકસ્માતની વણજાર લગાડી હતી. ડભોઈ તરફથી રેતી ભરી આવેલ ડમ્પરે પ્રથમ રિક્ષાને અડફેટે લીધી હતી. જેમાં બે વ્યક્તિને ઈજા પહોંચી હતી જયારે પાંચનો આબાદ બચાવ થયો હતો. ત્યાર બાદ એક બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલક દુર ફંગોડાયો હતો. બાઈકને ડમ્પરે  500 મીટર સુઘી ઢસેડ્યો હતો. ત્યાંર બાદ ડમ્પરે રોડ ક્રોસ કરતા પારુલ હોસ્પીટલના તબીબની કાર અડફેટે લીધી હતી. આગળ જતા બેંક મેનેજરની કારને ટક્કર મારી હતી. 


ત્યાર બાદ ડમ્પર ચાલકે પ્રણામી ફળીયા પાસે ખંધા રોડ પરની એક રેશનીંગની દુકાનમા ડમ્પરે  ઘુસાડવા જતા લોકો બચાવવા ભાગ્યા હતા. આ ઘટનાને લઈને સમગ્ર વાઘોડિયામા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે શાળા છુટ્યા બાદ આ ઘટના બનતા મોટી જાનહાની ટળી હતી. રિક્ષા, બાઈક અને બે કારને અકસ્માત બાદ પણ માત્ર લોકોને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી. રાહદારીઓએ ડમ્પર ચાલકને પકડીને વાઘોડિયા પોલીસને સોપ્યો હતો. તો બીજી તરફ અકસ્માતની વણજાર વરસતા વાઘોડિયા ઘીરજ ત્રણ રસ્તાથી ડેપો સુઘી ટ્રાફિકજામ સર્જાયો હતો અને લોકોના ટોળેટોળા રોડ પર ઊતરી આવ્યા હતા. પોલીસે ટ્રાફિકને ખુલ્લો કરવામા સમય લાગ્યો હતો.


 બે ભાઈઓના પરિવારના 9 સભ્યોએ એક સાથે આત્મહત્યા કરતા ખળભળાટ, મૃતકોમાં ડોક્ટર અને શિક્ષકનો પણ સમાવેશ


Maharashtra : મહારાષ્ટ્રના સાંગલી (Sangli)  જિલ્લામાં સામુહિક આત્મહત્યા (Mass suicide)ની મોટી ઘટના ઘટી છે. મળતી માહિતી મુજબ સાંગલી જિલ્લાના મિરજ તાલુકાના મહિસલના અંબિકા નગરવિસ્તારમાં બે ભાઈઓના પરિવારના 9 સભ્યોએ એક સાથે આત્મહત્યા કરી છે, જેના કારણે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. અંબિકા નગરવિસ્તારમાં બે મકાનોમાંથી લગભગ નવ મૃતદેહો મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું  છે.


ઝેરી દવા પીને 9 લોકોએ આત્મહત્યા કરી 
મહિસલના બે ભાઈઓ માણિક યલ્લાપ્પા વનમોર અને પોપટ યલ્લાપ્પા વનમોરના પરિવારના નવ સભ્યોએ કથિત રીતે ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે. આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પોલીસ અને ગ્રામજનો ઘટનાસ્થળે એકત્ર થયા છે. સમગ્ર સાંગલી જિલ્લામાં અરાજકતાનો માહોલ છે.


દરમિયાન પ્રાપ્ત થયેલી પ્રાથમિક માહિતી મુજબ, 1)ડો. માણિક યેલપ્પા વનમોર, 2)અક્કતાઈ વનમોર (માતા), 3)રેખા માણિક વનમોર (પત્ની), 4)પ્રતિમા વનમોર (પુત્રી), 5)આદિત્ય વનમોર (પુત્ર) અને 6)પોપટ યેલપ્પા વનમોર (શિક્ષક), 7)અર્ચના વનમોર (પત્ની), 8)સંગીતા વનમોર (પુત્રી) અને 9)શુભમ વનમોર (પુત્ર)એ આત્મહત્યા કરી લીધી છે.