Vadodara News: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અનેક જિલ્લામાં પવન સાથે ભારે વરસાદ વરસતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. વડોદરામા પણ સવારથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. આ સમયે ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત પર વીજળી પડતાં તેનુ મોત થયું છે.


 વડોદરાના વાઘોડિયાના કુમેઠા ગામે  ખેતરમાં કામ કરી રહેલા ખેડુત પ્રવિણભાઈ ચીમનભાઈ ચૌહાણનું વીજળી પડતાં મોત થયું છે. 50 વર્ષિય ખેડૂત પ્રવિણ ભાઇ ભારે પવન અને વરસાદના કારણે ખેતરમાં  જ ફસાઇ ગયા હતા. પરિવારજનોને ઘટનાની જાણ થતાં ખેતર પહોંચ્યા હતા.  ત્યારે સમગ્ર વાતાવરણમાં  ગમગીની છવાઇ ગઇ હતી.


વડોદરાના વાઘોડિયાના કુમેઠા ગામે  ખેતરમાં કામ કરી રહેલા ખેડુત પ્રવિણભાઈ ચીમનભાઈ ચૌહાણનું વીજળી પડતાં મોત થયું છે. 50 વર્ષિય ખેડૂત પ્રવિણ ભાઇ ભારે પવન અને વરસાદના કારણે ખેતરમાં  જ ફસાઇ ગયા હતા. આ સમયે વીજળી પડતાં તેમનું મોત નિપજ્યુ છે.  પરિવારજનોને ઘટનાની જાણ થતાં ખેતર પહોંચ્યા હતા.  ત્યારે સમગ્ર વાતાવરણમાં  ગમગીની છવાઇ ગઇ હતી.


ખેડા જિલ્લામાં આજે સવારથી ભારે પવન સાથે વરસાદ વરસતાં વૃક્ષ ધરાશાયી થતાં બેનાં મોત નિપજ્યાં છે.  ઠાસરા તાલુકાના શાહપુર ગામ નજીક વૃક્ષ ધરાશાયી થતાં  દંપતીને માથે પડતાં માથાના ભાગે ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે


ખેડા જિલ્લામાં ભારે પવન સાથે આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે વૃક્ષ ધરાશાયી થતાં એક દંપતીનું મોત નિપજ્યું છે.


ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના શાહપુર ગામ નજીક વૃક્ષ ધરાશાયી થતાં દંપતીનું મોત થયું છે. શાહપુર કેનાલ પર નીલગીરીનું વૃક્ષ ધરાશાય થતા પતિ પત્નીનું મોત થયુ છે. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો મોટરસાયકલ પર સવાર  શ્રમિક દંપતી જઇ રહ્યું હતું. આ સમયે જ ભારે વરસાદના કારણે  ખેત મજૂરીએ જતા પતિ પત્નીને માથાના ભાગ પર ઇજાઓ પહોંચતા પત્નીનું ઘટના સ્થળે મોત  થયુ તો પતિનું સારવાર દરમિયાન મોત થયું છે.ઠાસરા તાલુકાના નેતરિયા ના રહેવાસી રાવજીભાઈ પરમાર અને તેમની પત્ની ભાનુબેન પરમાર નું મોત થયું છે. બંનેના  મૃતદેહને ડાકોર સીએચસી હોસ્પિટલે પીએમ અર્થે ખસેડવામાં આવ્યાં છે.


ખેડામાં જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ