વડોદરામા નિઝમપુરાની આશીર્વાદ હોસ્પિટલમાં પહેલા અને બીજા માળે આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. અચાનક આગ લાગતા હોસ્પિટલનો સ્ટાફ સમયસૂચકતા વાપરીને બહાર નીકળી ગયો હતો.  હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગમાં ફસાયેલા ત્રણ દર્દીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે આગ લાગ્યા બાદ ધૂમાડાના કારણે ફાયર બ્રિગેડને આગ બુજાવવામાં થોડા સમય માટે મુશ્કેલી પડી રહી હતી. આખરે ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો. કુલિંગની કામગીરી શરૂ કરી હતી.  આગની ઘટનાની જાણ થતા ફતેહગંજ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.


કોરોના દર્દીઓને આગળ જતાં આ બિમારીનો કરવો પડી શકે છે સામનો


કોરોના વાયરસ (Coronavirus) એટલો ખતરનાક છે કે આને આખી દુનિયામાં કેર વર્તાવી દીધો છે, અને માણસને દરેક પ્રકારે ખતરામાં મુકી દીધો છે. પહેલા કોરોના માત્ર એક ઇન્ફેક્શન તરીકે દેખાઇ રહ્યો હતો, હવે જો તમે કોરોના વાયરસથી સંક્રમિત છો તો એવુ પણ બની શકે છે કે લાંબા સમય સુધી તમે પરેશાન અને મુશ્કેલીમાં રહી શકો છો. વળી કૉવિડ-19 (Covid-19) દિન પ્રતિદિન વધુને વધુ ખતરનાક અને ચેલેન્જિંગ થઇ રહ્યો છે. 


ઉલ્લેખનીય છે કે, કૉવિડ દર્દીઓને ઠીક થવામાં કમ સે કમ બે અઠવાડિયાનો સમય લાગી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે, કૉવિડની અસર ત્રણ મહિના સુધી પણ ચાલી શકે છે. જી હાં, લૉન્ગ કૉવિડ-19 દર્દીઓમાં કમ સે કમ ત્રણ મહિના સુધી આનાથી જોડાયેલા કેટલાય લક્ષણો જોવા મળી શકે છે. આવામાં અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ કે કયુ લક્ષણ છે જે કોરોનાથી સંક્રમિત લોકોને લાંબા સમય સુધી પરેશાન કરી શકે છે. જાણો...........


લૉન્ગ કૉવિડ-19 (Long Covid-19)ના લક્ષણો ક્યાં સુધી રહી શકે છે. કૉવિડના લક્ષણો લાંબા પણ ચાલી શકે છે અને દર્દી છ મહિના સુધી કામ પર નથી પરત ફરી શકતો. આનો અર્થ છે કે કૉવિડ 19થી રિકવર થયા બાદ પણ કોરોનાના દર્દીઓ પરેશાન રહી શકે છે.