વડોદરાઃ વડોદરામાં ગોત્રી હોસ્પિટલની નર્સ શિલ્પા પટેલની હત્યામાં પોલીસે તેના પતિની ઝરપકડ કરી છે. પતિને શિલ્પાના અન્ય યુવક સાથે શારીરિક સંબધો હોવાની શંકા હોવાથી તેની હત્યા કરી નાંખી હતી. શિલ્પાનો પતિ સ્કૂલમાં શિક્ષક છે.
વડોદરાનાં ન્યૂ વીઆઈપી રોડ પર રહેતાં શિલ્પા પટેલ મેન્ટલ હૉસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતા હતા. હાલ ગોત્રી હૉસ્પિટલમાં કોવિડની ડ્યૂટી કરી રહેલાં શુક્રવારે સાંજે પોતાના ટુ વ્હિલર પર ગોત્રી હોસ્પિટલ જવા નિકળ્યાં પછી આજવારોડ ખાતે આવેલા વૈકુંઠ-2 સોસાયટીનાં દરવાજા પાસેથી 8.30 કલાકે PPE કીટ પહેરેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો.
આ મૃતદેહ જોઈને 8.30 વાગ્યાની આસપાસ કોઇએ પોલીસને જાણ કરી હતી કે, વૈકુંઠ-૨ સોસાયટીના પાછળના દરવાજા પાસે એક મહિલાની લાશ પડી છે. પોલીસે આવીને તપાસ કરતા જાણ થઇ કે, આ લાશ નર્સ શિલ્પા પટેલની હોવાનું બહાર આવ્યું હતું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
શિલ્પાના એક્ટિવાને કોઇ વાહનની ટક્કરથી નુકસાન થયું નહોતું કે શિલ્પાના શરીર પર પણ અકસ્માતથી થાય તેવા ઇજાના નિશાન નહોતા. તેમના તેના ચહેરા ઉપર ફટકા મારવામાં આવ્યા હોય તેવા નિશાન હોવાથી આ બનાવ હત્યાનો હોવાનું જણાઇ રહ્યુ હતું,. પોલીસે તપાસ કરતાં અન્ય પુરૂષ સાથે આડા સંબંધની શંકાએ પતિએ હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. શિલ્પાના પતિ પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળે છે. શિલ્પા પટેલ બે બાળકોની માતા છે
વડોદરાઃ નર્સ યુવતીને અન્ય યુવક સાથે સંબંધો હોવાની શંકાથી શિક્ષક પતિએ કરી હત્યા, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Dec 2020 03:55 PM (IST)
ગોત્રી હૉસ્પિટલમાં કોવિડની ડ્યૂટી કરી રહેલાં શુક્રવારે સાંજે પોતાના ટુ વ્હિલર પર ગોત્રી હોસ્પિટલ જવા નિકળ્યાં પછી આજવારોડ ખાતે આવેલા વૈકુંઠ-2 સોસાયટીનાં દરવાજા પાસેથી 8.30 કલાકે PPE કીટ પહેરેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો
- - - - - - - - - Advertisement - - - - - - - - -