વડોદરાના શિનોર તાલુકાના એક ગામમાં ભૂવાના પુત્રએ તાંત્રિક વિધીના નામે પરણિતા પર દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એક દંપતિને નવુ મકાન બનાવવા માટે અડચણ ઉભી થતી હતી. જેથી દંપતિએ માંજરોલ ગામના ભુવાજીની બાધા રાખી હતી. વર્ષ 2023માં બાધા પુરી થતા દંપતિ ભુવાના ઘરે ગયા હતા. જે બાદ 10 નવેમ્બર 2024એ ભુવાનો પુત્ર જયદીપ પાટણવાડીયા પરણિતાના ઘરે પહોંચી ગયો હતો. જ્યાં પરણિતાને તેણે બાધા વાળવાનું કહ્યુ હતુ. મહિલાએ પતિ અને સાસુ આવે ત્યારે આવજો તેમ કહેતા આરોપી જયદીપ બળજબરીપૂર્વક ઘરની અંદર ઘૂસી ગયો હતો અને દરવાજો બંધ કરીને પરણિતાને કહ્યું હતું કે આપણે પતિ-પત્નીના સંબંધ બાંધવા પડશે નહીં તો તારા પતિ પર મેલીવિદ્યા કરીને મારી નાંખવાની ધમકી આપી હતી. પરણિતાની મરજી વિરૂદ્ધ આરોપીએ આઠથી દસ વખત દુષ્કર્મ આચર્યુ હતું કે જો કે આરોપી જયદીપની વધુ પડતી ધમકીથી કંટાળીને આખરે પરણિતાએ શિનોર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ભુવાના પુત્ર જયદીપની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી જાણકારી અનુસાર, શિનોર તાલુકાના એક ગામમાં રહેતી પરણિતાને ત્યાં માંજરોલ ગામનો જયદીપ પાટણવાડિયા ગત 17 નવેમ્બરના રોજ સવારે આવ્યો હતો. આ સમયે પરણિતા પોતાના ઘરે એકલી હતી જ્યારે તેના પતિ અને સાસુ કામ માટે બહાર ગયા હતા. દરમિયાન જયદીપે પરણિતાને કહ્યું હતું કે, તમારે બાધા વાળવાની છે. જેથી પરણિતાએ કહ્યું હતું કે, બાધા અંગે મને ખબર ન પડે એટલે મારા પતિ અને સાસુ આવે ત્યારે આવજો. જોકે આરોપી જયદીપ પરણિતાની ઘરમાં ઘૂસી ગયો હતો અને દરવાજો બંધ કરી પરણિતાને ધમકી આપી હતી. આપણે પતિ પત્નીના સંબંધ બાંધવા પડશે. જો તું મારી સાથે પત્ની તરીકેના સંબંધ નહીં બાંધે તો તારા પતિને જાદુ ટોણા મેલીવિદ્યા કરીને મારી નાખીશ અને તને સમાજમાં બદનામ કરી નાખીશ. જયદીપે પરણિતા સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા હતા અને પતિને મારી નાખવાની ધમકી આપી ભાગી ગયો હતો.
આરોપી જયદીપ અનેક વખત પરણિતાના ઘરે આવતો અને પરણિતાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો હતો. જો કે હવસખોરનો ત્રાસ વધી જતાં પરણિતાએ હિંમત દાખવી જયદીપ વિરુદ્ધ શિનોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પરિણતાની ફરિયાદના આધારે હવસખોર જયદીપને ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી. વાસ્તવમા પીડિતા અને તેના પતિએ પોતાના જૂના મકાનને તોડી નવું મકાન બનાવવો નિર્ણય લીધો હતો. તેમના મકાનની બાજુમાં આવેલી ખાલી જગ્યા પણ ખરીદી લીધી હતી. મકાન બનાવવા કોન્ટ્રાકટરને પણ કોન્ટ્રાકટ આપીદીધો હતો પરંતુ મકાન બનાવવા માં અડચણ ઉભી થતી હતી ત્યારે આ દંપત્તિએ માંજરોલ ગામે આવેલ ભૂવાની બાધા રાખી હતી જે બાધા પુરી કરવા ભૂવાના ઘરે ગયા હતા. બાદમાં ભૂવાનો પુત્ર જયદીપ પીડિતાના ઘરે પહોંચી ગયો હતો અને બાધા વાળવાનું કહ્યું હતું. પોલીસે આરોપી જયદીપ પાટણવાડિયા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કર્યો હતો.