વડોદરા:  સંસ્કારી નગરી વડોદરામાંથી 200 રૂપિયાની નકલી નોટ સાથે સુરતનો શાકભાજીનો વેપારી પકડાયો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સોમા તળાવ પાસેથી રૂ 200ના દરની 61 નકલી નોટ સાથે શાકભાજીનો વેપારી પકડાતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. ધંધાની ખોટ પૂરવા નકલી નોટ ઘુસાડવાના ષડયંત્રમાં વેપારી જોડાયો હોવાની વાત સામે આવી છે. આ અંગે વાડી પોલીસે આરોપી વિશાલ ગુપ્તાની પોલીસે ધરપકડ કરી છે. મુંબઈ અને વડોદરામાં રૂ 200 ના દરની 14 નકલી નોટથી ખરીદી કરી હોવાની વાત સામે આવી છે. આરોપી વિશાલને સુરેશ જયસ્વાલ નામના શખ્સે આ નકલી નોટ આપી હતી. પોલીસે આરોપી સુરેશ જયસ્વાલને કડવા ચક્રો ગતિમાન કર્યા છે.


પ્રેમિકાએ સંબંધ તોડી નાખતા તેનું ગાળું દબાવી હત્યા કરનાર પ્રેમીને આજીવન કેદની સજા


વડોદરામાં ત્રણ વર્ષ પૂર્વેના પ્રાચી મૌર્ય હત્યા કેસમાં કોર્ટે  વસીમ ઉર્ફે અરહાન મલેકને આજીવન કેદની સજા ફટકારી છે. મોડેલ પ્રાચી મૌર્યએ પ્રેમ સબંધ તોડી નાખતાં પૂર્વ પ્રેમી વસીમ ઉર્ફે અરહાન મલેકે તેને મળવા બોલાવી હાથથી ગળું દબાવી હત્યા કરી હતી. હત્યાનો  કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે વસીમને આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે. 


ત્રણ વર્ષે પૂર્વે અરહાન મલેકે કરી હતી હત્યા 


કોર્ટના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ત્રણ વર્ષ પૂર્વે વડોદરા શહેરના અટલાદરા નજીક રિલાયન્સ મોલની પાછળના મેદાનમાં એક યુવતીની હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર મચી હતી. પોલીસે સ્થળ પર આવી તપાસ કરતા મરનાર યુવતીનું નામ પ્રાચી મૌર્ય હોવાનું ખુલ્યું હતું. યુવતીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. જે કેસ પોલીસે ગણતરીના કલાકમાં ઉકેલી પૂર્વ પ્રેમી હત્યારાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તુરંત તપાસ શરુ કરી હતી પ્રાચી સાથે કામ કરતા સહકર્મીઓની પૂછપરછ કરતા  પ્રાચીના પૂર્વ પ્રેમી સાથે કંકાસ ચાલો હોવાનું જાણવા મળ્યું હતું.


પ્રાચીએ તોડી નાખ્યો હતો પ્રેમ સંબંધ 


પ્રાચી સાથે  ચાર વર્ષ પૂર્વે પ્રેમ સબંધ ધરાવતો વસીમ ઉર્ફે અરહાન મલેક તેને રાત્રે રિલાયન્સ મોલ પાછળના ગ્રાઉન્ડમાં મળવા બોલાવી હતી. પ્રાચીએ વસીમની સાથે સબંધો તોડી તેને મોબાઈલમાં બ્લેક લીસ્ટમાં મૂકી દીધો હતો. વસીમે પ્રાચીને અનેક વાર મનાવવાના પ્રયત્નો કર્યા હતા. પણ પ્રાચી વસીમ સાથે સબંધ રાખવા તૈયાર ન હતી. ત્યારે વસીમને શંકા થઇ કે પ્રાચીને અન્ય યુવક સાથે સબંધ છે એવું માની લઇ મારી નહિ તો કોઈની નહિ તેમ માની લઈને ગળું દબાવી હત્યા કરી દીધી હતી. મોડેલ પ્રાચી મૌર્યએ પ્રેમ સબંધ તોડી નાખતાં પૂર્વ પ્રેમી વસીમ ઉર્ફે અરહાન મલેકે તેને મળવા બોલાવી હાથથી ગળું દબાવી હત્યા કરી હતી. આ દરમ્યાન કેસ કોર્ટમાં ચાલી જતા નામદાર અદાલતે વસીમને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો.