Godhara : હોટલના રૂમમાં યુવકે કરી લીધો આપઘાત, પરિવારના આંક્રદથી વાતાવરણ ગમગીન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Feb 2021 04:16 PM (IST)
ગઈ કાલે ઓનલાઇન બુકીંગ કરાવી યુવક હોટલમાં રોકાયો હતો. યુવકના આપઘાતનું કારણ અકબંધ છે. ઘટના સ્થળે યુવકના પરિવારજનો આક્રંદ કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું.
તસવીરઃ યુવકના આપઘાતને પગલે પરિવારનો આંક્રદ.
ગોધરાઃ શહેરની લક્ઝુરા હોટેલમાં કાલોલના યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. કાલોલના યુવાને હોટેલની રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પીએમ માટે ખસેડાયો છે. ગઈ કાલે ઓનલાઇન બુકીંગ કરાવી યુવક હોટલમાં રોકાયો હતો. જોકે, યુવકના આપઘાતનું કારણ અકબંધ છે. ઘટના સ્થળે યુવકના પરિવારજનો આક્રંદ કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે.