વડોદરાના અણખોલમાં ગટર લાઈનનું કામ કરતા સમયે  દુર્ઘટના બની. અહીં ગટરનું કામ કરવા ઉતરેલા બે કર્મચારીના મૃત્યુ થયા છે. અણખોલ ગામની સીમમાં હિમાલયા પાર્ટી પ્લોટ પાસે આ  ઘટના બની હતી. ગટરની ચેમ્બરમાં ઉતરેલા લાઈનમેન બેભાન થઈ જતા પ્રોજેક્ટ મેનેજર પણ ચેમ્બરમાં ઉતર્યા હતા.ગટરમાં બેભાન થઈ જતા બંનેનું મોત થયું છે. પ્રોજેક્ટ મેનેજર વિપુલ માંગરોલિયા, લાઈનમેન અક્ષયનું મોત થતાં બંને પરિવારમાં શોકનું મોજુ ફેલાઇ ગયું છે. વુડાએ 4 વર્ષ પહેલા 18 કિમી ડ્રેનેજ નેટવર્કનું કામ આપ્યું હતું. મહેસાણાની જયંતિ સુપર કંટસ્ટ્રક્શનને આ  કામગીરી સોંપવામાં આવી હતી. હિમાલય પાર્ટી પ્લોટ નજીક આવેલી ડ્રેનેજ ચેમ્બરમાં  ઘટના બની હતી. 

સફાઈ માટે પહેલા અક્ષય ભાભોર ગટરની ચેમ્બરમાં ઉતર્યા હતો. જે થોડા સમયમાં ગટરની ચેમ્બરમાં જ બેભાન થઈ જતાં તેને બચાવવા માટે વિપુલભાઈ પણ ચેમ્બરમાં ઉતર્યા હતા. જે બાદ બંને બેભાન થઈ જતા તેઓને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે દુર્ભાગ્યવશ બંને કર્મચારીની જિંદગી ન બચાવી શકાય અને ડોક્ટરે બંનેને  મૃત જાહેર કર્યો. બપોરે 1 વાગ્યાની આસપાસ જમવાનો સમય થતાં કર્મીઓ વિપુલભાઈ, અક્ષયને શોધવા નીકળ્યા હતા. પાર્ટી પ્લોટના પાર્કિંગમાં ગટર લાઈનની ચેમ્બરમાં બંને બેભાન હાલતમાં મળ્યા હતા. મળતી માહિતી અનુસાર વિપુલભાઈનું વજન 90 કિલોથી વધારે હોવાથી તેઓને ચેમ્બરમાંથી બહાર કાઢતા 2 કલાકથી વધુનો સમય લાગ્યો હતો. જે બાદ તેઓને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમને મૃત જાહેર કરાયા હતા.

ઉલ્લેખનિય છે કે,  વુડાએ રૂ. 15.40 કરોડના ખર્ચે અણખોલ ગામથી ખટંબાથી  કપુરાઇ સુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ સુધીના 18 કિમીના ડ્રેનેજ નેટવર્ક નાખવાના કામ કોન્ટ્રાક્ટર ચાર વર્ષ પહેલા આપ્યો હતો, આ કામકાજના  મળતા અપડેટસ મુજબ  વુડાના આધારભૂત સૂત્રો મુજબ પુશિંગની કામગીરી પૂર્ણ થઈ ગઇ હતી.                                                                                                                            

Continues below advertisement
Continues below advertisement