વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાંથી સંબંધોને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. જ્યાં જમવામાં નશીલી વસ્તુ ભેળવી 10 દિવસ સુધી મામાએ ભાણી પર દુષ્કર્મ આચર્યું હતું. પતિથી રિસાઈને આવેલી ભાણીને મામાએ હવસનો શિકાર બનાવી હતી. આ વાતની જાણ યુવતીની માતાને થતા તે તેમના પતિ અને અને મિત્રો સાથે પોતાના ભાઈના ઘરે પહોંચી હતી ત્યારે મામાએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મામાને પકડી ભાદરવા પોલીસ મથક લઈ જઈ પોલીસને હવાલે કરવામાં આવ્યો છે.
સુરતઃ 27 વર્ષીય યુવતી પર સામૂહિક દુષ્કર્મ, યુવતીને લગ્નની લાલચ આપીને બનાવી હવસનો શિકાર
સુરતઃ સુરતની ઉમરાની નંદનવન સોસાયટીમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ઉમરા પોલીસ મથકમાં 3 સામે ગુનો નોંધાય છે. જયેશ હેમંત,યોગી પવાર અને અન્ય એક સામે ગુન્હો નોંધાયો છે. લગ્નની લાલચ આપી વીડિયો ઉતારી બ્લેકમેલ કરી હોવાનો આરોપ. ઉમરાના નંદનવન સોસાયટીમાં આવેલા એક બંગલામાં 27 વર્ષીય યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ થયું. લગ્નની લાલચ આપી તેની સાથે સામૂહિક દુષ્કર્મ કરવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના મુખ્ય સૂત્રધારે પીડિતાનો વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરી. જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઉમરા પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધાર સહિત 3 લોકો સામે ગુનો દાખલ કર્યો છે.
અન્ય એક ઘટનામાં ઉધના વિસ્તારમાં પેટમાં દુખાવો થતાં સૂતેલી સગીરાનાં કપડાં ઉતારી દુકાનદારે અડપલાં કર્યાં. તરુણીએ ઘરે જઇ માતાને ફરિયાદ કરતાં ઉધના પોલીસે સંદીપ ચૌધરીને દબોચ્યો. ઉધના હરિનગર વિસ્તારમાં સગીરા પ્લાસ્ટિકની દુકાનમાં નોકરી કરતી હતી. પેટમાં દુખાવો થતાં ગોળી લઇ પાછળ રહેતા શેઠના ઘરમાં સૂતેલી હતી, ત્યારે તરૂણીની શેઠે જ લાજ લેવાની કોશિશ કરી હતી. આ તરુણીની બાજુમાં સૂઇ જઇ તેનાં કપડાં ઉતારી અડપલાં કર્યા. જાગી ગયેલી તરુણીએ ભાગીને માતાને જાણ કરી. ઉધના પોલીસે ગુનો નોંધી દુકાનદારની ધરપકડ કરી હતી.