વડોદરા: દેથાણમાં પરિણીતા પર 6 નરાધમો દ્વારા સામુહિક દુષ્કર્મ બાદમાં હત્યાના કેસમાં રાજનીતિ શરુ થઈ છે. પોલીસ કાર્યવાહી કરતા 6 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને તેમને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગ કરવામાં આવશે પરતું પીડિત પરિવારજનોને ન્યાય અપાવવાનની રેસમાં ભાજપના બે નેતાઓ આમને સામે આવ્યા છે. વડોદરાના કરજણના દેથાણ ગામમાં સામૂહિક દૂષ્કર્મ બાદ હત્યાને લઈ અલ્પેશ ઠાકોરે ભાજપના જ ધારાસભ્ય અક્ષય પટેલ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ વોટની રાજનીતિ કરતા હોવાનો અને મૃતકના ઘરેથી 5 કિલોમીટર દૂર ઓફિસ હોવા છતા તેઓ પરિવારને સાંત્વના આપવા ન આવ્યા હોવાનો આરોપ અલ્પેશ ઠાકોરે લગાવ્યો છે. આ સાથે જ કહ્યું કે જો આ કેસમાં સરકાર આગળ નહીં આવે તો માનીશું કે સરકાર પણ સંવેદનશીલ નથી.
અલ્પેશ ઠાકોરના આરોપ બાદ અક્ષય પટેલે કહ્યું કે અમે તાત્કાલિક પોલીસ સાથે ચર્ચા કરી હતી અને પોલીસે પણ તાત્કાલિક કાર્રવાઈ કરીને આરોપીને પકડી પાડ્યા છે. અલ્પેશ ઠાકોર કોઈના કહેવાથી આવા નિવેદન આપતા હોવાનું અક્ષય પટેલે કહ્યું હતું. ઘટના બન્યા બાદ પોલીસની કાર્યવાહીમાં વિલંબ થતા તમામ સવાલો ઉઠી રહ્યા છે.ત્યારે અક્ષય પટેલે જણાવ્યું હતું કે ઘટના બની ત્યારથી જ પરિવારના સંપર્કમાં છું, પોસ્ટ મોર્ટમ વખતે પણ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. એટલું જ નહીં અમે સ્થાનિક પોલીસે પણ વાત કરી હતી. અને એક જ દિવસમાં આરોપીઓ પકડી લેવામાં આવ્યા હતા. સમય મળશે તો આવીશ એવું મેં કહ્યું જ નથી, જો કહ્યું હોય તો અલ્પેશ ઠાકોર સાબિત કરી બતાવે તેમ ધારાસભ્ય અક્ષય પટેલ અલ્પેશ ઠાકોરને સાબિત કરી બતાવવા કહ્યું છે.
નડિયાદમાં માસૂમ બાળકના વેપારનો પર્દાફાશ થયો, ચાર મહિલા ઝડપાઈ
ખેડાના નડિયાદમાં માસૂમ બાળકના વેપારનો પર્દાફાશ થયો છે. પોલીસે બાળકને જન્મ આપનારી માતા અને તેમનો સોદો કરનારી ત્રણ મહિલા સહિત ચાર મહિલાની અટકાયત કરી છે. આ મહિલાની ટોળકી પરપ્રાંતમાંથી ગર્ભવતી ગરીબ મહિલાઓને અહીં લાવી બાળકનો જન્મ થાય એટલે નજીવી રકમ આપી તેને મેળવી લેતી અને બાદમાં ઊંચી કિંમતે વેચી નાખતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પોલીસને આ અંગે ચોક્કસ બાતમી મળી હતી કે શહેરના સંતરામ શાકમાર્કેટ નજીક સ્થાયિ થયેલી માયા દાબલા પરપ્રાંતિય ગરીબ ગર્ભવતી મહિલાને નડીયાદ લાવી ડિલીવરી કરાવે છે.
ગુજરાત જ નહિ, પરંતુ રાજ્યની બહાર પણ આ પાપલીલાના તાર જોડાયેલા છે. ગરીબ અને સગર્ભા મહિલાઓનો સંપર્ક કરવામાં આવતો અને ત્યાર બાદ તેમને રૂપિયાની લાલચ આપતા. તેના નવજાત માસુમને જ ખરીદી લેતા હતા. મૂળ મહારાષ્ટ્રની માયા નામની મહિલા છે જે આ સમગ્ર કૌભાંડની માસ્ટરમાઇન્ડ હોવાનું સામે આવ્યું છે. માત્ર સગર્ભાઓ જ નહિ, પરંતુ માયા નામની આ રાક્ષસી કૂખ ભાડે આપે તે સરોગેટ મહિલાઓને પણ ફસાવતી હતી. જો કે આ ઘટનાની જાણ થતાં જ ખેડા એસઓજીએ નકલી ગ્રાહકો મોકલીને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.