પૂર્વ IPS ડી.જી વણઝારાના પુત્ર અર્જુનસિંહ વણઝારા 75 હજારની લાંચ લેતા ઝડપાયા
abpasmita.in | 05 Jul 2016 03:13 PM (IST)
વડોદરાઃ પૂર્વ પોલીસ અધિકારી ડી. જી વણઝારાના પુત્ર અર્જુનસિંહ વણઝારા જે વડોદરા ગ્રામ્યનો મામલતદાર છે, સાથે ડે, મામલતદાર જસવંતસિંહ હજુરે 75000 હજારની લાંચ લેતા નર્મદા ભવનના 6 માળે એસ.સી.બીના હાથે ઝડપાયા હતા. ફરિયાદી ચિંતન પટેલની ઇટોલા ગામની જમીનમાં કાચી એન્ટ્રી ખોટી પડી હતી, જે કઢાવવા 1.25 લાખની માંગ કરી હતી, અર્જુનસિંહની સ્કોર્પિયો કારમાંથી 2,60000રોકડા, પાકિટમાંથી 52,000 તેમજ કબાટ ના ડ્રોવર માંથી 15000 મળ્યા, જયારે જસવંતસિંહ પાસે થી 26144 મળી આવ્યા છે. એ.સી.બી એ રંગે હાથે ઝડપી પાડી કાર્યવાહી શરુ કરી છે.