વડોદરા: જિલ્લાના શિનોર તાલુકા ખાતે શિનોર ગોપાલ કોટન જિન ખાતે અને કરજણ તાલુકા ખાતે કરજણ ભરતમુનિ હોલ ખાતે આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહ્યા હતા. જેમાં 50 લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર ગુજરાતમાં આયુષ્યમાન કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.


 






વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત વડોદરાના શિનોર તાલુકા, કરજણ તાલુકા ખાતે 2.45 કલાકે આ કાર્યક્રમ શરૂ થયો હતો. શિનોરમાં તાલુકા પંચાયત પ્રમુખ સચિન પટેલ, શિનોર તાલુકા હેલ્થ ઓફિસર ગોહિલ, ભાજપ તાલુકા પ્રમુખ સી.એમ.પટેલ, શિનોર તાલુકાની 3 PHC ના ડોક્ટર્સ સહિત આરોગ્ય કર્મચારીઓ, આશા વર્કર સહિત લાભાર્થીઓ હાજર રહ્યા હતા.


ત્યારે કરજણ તાલુકાના કરજણ ભરતમુનિ હોલ ખાતે કાર્યક્રમમાં કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ, કરજણ તાલુકા પ્રમુખ જયદીપસિંહ, પાલિકા પ્રમુખ મીનાબા ચાવડા, ઉપ પ્રમુખ, કરજણ તાલુકા હેલ્થ ઓફિસર, કરજણ PHC આરોગ્ય કર્મી, અર્બન હેલ્થ ઓફિસર સહિત લાભાર્થીઓ હાજર રહ્યા હતા. કરજણમાં 5 લાખ સુધીના આયુષ્યમાન કાર્ડનું લાભાર્થીઓને વિતરણ કરાયું હતું.


પ્રધાનમંત્રીની પિયુષ નામના લાભાર્થી સાથે વાતચીત


પીએમએ કહ્યું કે, પીયૂષ ભાઈ તમારા જેવા દેશમાં લાખો ભાઈ બહેન હશે જેને આવી બીમારી આવી જાય પૈસા ન હોઈ, ડોકટર પૈસા ઓછા ન કરે આવી સ્થિતીમાં જેમની પાસે સગવળ નથી, ગરીબનું કોઈ નહી હોય તો સરકાર તમારી છે.  તમે પણ મોટા થઈને ભલું કરજો. કોઈ આદત ન આવવી જોઈએ સારું જીવન જીવજો, દિવાળીના આશીર્વાદ.


પ્રધાનમંત્રીએ કહ્યું કે, ધન તેરશ અને દિવાળી સામે દેખાય છે. ધન તેરશ અને દિવાળી પહેલા આરોગ્યનો મોટો મેળો થઈ રહ્યો છે. આપણે ભગવાન ધનવંતરીની પૂજા કરીએ છીએ. તે તો આરોગ્યના પ્રેરણાનાં ભગવાન છે. મારા માટે ખુશી ની વાત છે ભૂપેન્દ્ર ભાઈના નેતૃત્વમાં દિવાળીમાં આ કામ ઉપાડ્યું છે. આજ સાંજ સુધીમાં દોઢ બે લાખ લોકોને કાર્ડ આપવામાં આવશે. આપના પૂર્વજોની કલ્પના જે હતી તે કુટુંબનું સમાજનું મોટામાં મોટું સુરક્ષા કવચ. 50 લાખ સુધી પહોંચવાનું આ સૌથી મોટું ભગીરથ કામ છે. આ ખરેખર મોટા અભિનંદનનું કામ છે. હેલ્થ ઇનાયોરનન્સ આપણે સાંભળ્યુ હશે, આપણે તેનાથી પણ એક ડગલું આગળ ગયા છીએ.