વડોદરાઃ એરપોર્ટથી જ્યા ફક્ત ડૉમેસ્ટિક ફલાઇટની સુવિધા હતી. હવે ત્યાં નવું આંતરરાષ્ટ્રીય ટર્મિનલ બનતા વડોદરાથી સીઘી આંતરરાષ્ટ્રીય સફર કરી શકાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 22 મી ઓક્ટોબરના રોજ વડોદરાના એરપોર્ટ પર બનેલા નવા આંતરરાષ્ટ્રીય ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે, 17500 સ્કવેર ફૂટમાં નવું આંતરરાષ્ટ્રીય ટર્મિનલ બન્યું છે. સાથે 500 સ્કવેર મીટરમાં ગાર્ડન, પાર્કિંગ જેવી અનેક સુવિધા કરાઈ છે, નવા ટર્મિનલ ખાતેથી દરરોજ 500 ડોમેસ્ટિક મુસાફર તેમજ 200 આંતરરાષ્ટ્રીય મુસાફરોની ઉડાન થશે, ટર્મિનલમાં 4 એક્સેલેટર, 5 લિફ્ટ, એરોબ્રિજ, સાથે 164.2 મીટરનું સિંગલ સીટ ફેબ્રિકેટેડ ભારતનું સૌથી લાંબુ સ્ટીલનું સીટ લગાવાયું છે. જ્યા મુસાફરોની બેસવાની વ્યવસ્થા હશે, જેનો કીર્તિમાન લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ દર્જ કરાયો છે.
વડોદરા એરપોર્ટ પાર 13 એરક્રાફ્ટના પાર્કિંગની સુવિધા ઉભી કરાઈ છે. અહીંયા બોઇંગ 737 જેવા એરક્રાફ્ટ પણ ઉતરી શકે તેવી વ્યવસ્થ કરાઈ છે. એમ.એસ યુનિવર્સીટીની ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા અહીંયા સ્કલ્પચર તેમજ વિવિધ પ્રકારના ડિઝાઇન વાળા સ્ટેચ્યુ પણ મુકવાની વ્યવસ્થ કરાઈ છે. સ્વછતાનું સંપૂર્ણ ધ્યાન રખાયું છે. એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ જનરલ મેનેજર નરેન્દ્ર શુકલાએ નવા ટર્મિનલ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. 22 મી ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે તેના એક થી દોઢ મહિના બાદ નવા ટર્મિનલથી આંતરરાષ્ટ્રીય એરક્રાફ્ટની અવર જવર શરુ થશે.