Boat Accident : વડોદરાના હરણી તળાવમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. અહીં વિદ્યાર્થીઓથી ભરેલ એક બોટ પલટી જતાં હડકંપ મચીગઇ હતી. બોટમાં 25થી વધુ  વિદ્યાર્થી સવાર હતા. 7  વિદ્યાર્થીનું અત્યાર સુધીમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 9થી વધુના મોતની આશંકા સેવાઇ રહી છે.  9થી 10  ગંભીર રીતે ઘવાયેલા વિદ્યાર્થીઓને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 10થી વધુ એન્બ્યુલન્સ હાલ ઘટના સ્થળે પહોંચી છે. હજુ પણ કેટલાક વિદ્યાર્થી અને શિક્ષક લાપતા હોવાથી શોધખોળ ચાલું છે. ઘટનાની જાણ થતાં ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. 


ઉલ્લેખનિય છે કે, વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના  વિદ્યાર્થીઓ અહીં પ્રવાસ માટે આવ્યા હતા. ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવામાં આવ્યા હોવાથી દુર્ઘટના સર્જાયાનું સામે આવ્યું છે. એક બોટમાં શિક્ષક સહિત  25થી વધુ  વિદ્યાર્થીઓ સવાર હતા અને એક પણ વિદ્યાર્થીને લાઇફ જેકેટ  ન હતું પહેરવામમાં આવ્યું. અહેવાલ મુજબ . તો 4 શિક્ષક પણ લાપતા છે. હજુ સુધીમાં સયાજી હોસ્પિટલમાં 3 બાળકોના પાર્થિવદેહ લઈ જવાયા છે. MLA યોગેશ પટેલે છથી વધુ બાળકોના મૃત્યુની આશંકા વ્યક્ત કરી છે.ઘોર બેદરકારીના કારણે દુર્ઘટના સર્જાઇ હોવાનો ખુલાસો થયો છે. બોટની ક્ષમતા કરતા એક બોટમાં 23થી વધુ લોકો સવાર હતા. કોઇ પણ વિદ્યાર્થી કે શિક્ષકે લાઇફ જેકેટ ન હતા પહેરાવવામાં આવ્યા હતા. દુર્ઘટના બાદ મોટી હડકંપ મચી ગઇ હતી, દુર્ઘટના સમયે આસપાસ કોઇ તરવૈયા પણ હાજર ન હતા.   બીજી તરફ સ્કૂલના એક  શિક્ષિકાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે 25 નહિ પરંતુ 82 જેટલા વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા હતા. આ તમામ અહેવાલ અને વિદ્યાર્થીઓની સંખ્યાને જોતા મૃત્યુઆંક વધી શકે છે.  હજુ પણ બે કેટલાક વિદ્યાર્થી અને 2  શિક્ષિકા લાપતા હોવાના અહેવાલ છે.                                    


ઉલ્લેખનિય છે કે, આ તળાવ 7 એકરમાં ફેલાયેલું છે અને હરણી તળાવના બ્યુટીફિકેશનનું કાર્ય 2019માં કરવામાં આવ્યું હતું. કોટિયા કન્ટ્રસ્ટ્રકશન લિમિટેડને આ તળાવનો કોન્ટ્રોક્ટ આપવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાના સમાચાર મળતાં મૃતક વિદ્યાર્થીના પરિજનોમાં શોકનું   મોજુ ફરી વળ્યું છે.