VMC Jobs 2023: વડોદરા મહાનગર પાલિકામાં આરોગ્ય શાખા અંતર્ગત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ માટે ઉમેદવારો વડોદરા મહાનગર પાલિકાની સત્તાવાર વેબસાઇટ www.vmc.gov.in પર જઈને અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા આજથી જ શરૂ થઈ છે અને અરજી કરવાની અંતિમ તારીખ 28-08-2023 છે.


કઈ પોસ્ટ પર કેટલી કરાશે ભરતી



  • ગાયનેકોલોજીસ્ટ – 5

  • પીડીયાટ્રીશીયન – 5

  • મેડીકલ ઓફિસર (વર્ગ 2) – 10

  • એક્સ રે ટેક્નિશિયન – 2

  • લેબ ટેક્નિશિયન – 24

  • ફાર્માસીસ્ટ – 20

  • સ્ટાફ નર્સ – 35


અરજી કરતાં પહેલાં અરજદારે જાહેરાત વાંચી, પોતાની લાયકાત અંગેની યોગ્યતા ચકાસી લેવી. ઓનલાઇન અરજી કરવા માટે વડોદરા મહાનગરપાલિકાની ઓનલાઇન ભરતી અંગેની લીંક સાથે જોડાવવા માટે https://vmc.gov.in/recruitment.aspx મુજબનું વેબ બ્રાઉઝરના એડ્રેસબારમાં ટાઇપ કરવું. આમ, કરવાથી ઓનલાઇન અરજી કરવા માટેની લીંક ખુલશે. એ પછીથી, જેમાં મહાનગરપાલિકાની વિવિધ જગો માટેના વિકલ્પ દેખાશે, જેમાં અરજદારને લગત વિકલ્પ પર કલીક કરવાથી વિકલ્પવાળી જગો માટેનું અરજી પત્રક ખુલશે.


અરજી અંગેની વધુ વિગતો જાણવાઃ અહીંયા ક્લિક કરો


ઓનલાઇન અરજી કરવા માટે અરજદારને સલાહ આપવામાં આવે છે કે, "SUBMIT" બટન દબાવતાં પહેલાં અરજી પત્રકમાં દરેક ફિલ્ડમાં જરૂરી માહિતી ભરેલ છે કે કેમ તેની કાળજી પૂવર્ક ચકાસણી કરી લેવી તેમજ અરજદારનું પોતાનું નામ, પિતા/પતિનું અટક વિગેરે અરજદારના સર્ટિફીકેટ કે માર્કશીટ વિગેરે જરૂરી દસ્‍તાવેજમાં દર્શાવેલ હોય તે મુજબની જ જોડણી (Spelling) મુજબ ની જ વિગતો ઓનલાઇન ફોર્મમાં ભરેલ છે કે કેમ તે કાળજી પૂર્વક પણે ચકાસી લેવું. એકવાર "SUBMIT" બટન દબાવ્યા બાદ કોઇ પણ જાતનો ફેરફાર કરવાની પરવાનગી રહેશે નહી.


અરજદારે ફોટોગ્રાફ સ્કેન માટે નીચે આપેલી માર્ગદર્શિકામાં આપવામાં આવેલ સ્પષ્ટીકરણો મુજબ પોતાનો ફોટોગ્રાફ અપલોડ કરવો જરૂરી છે.  અરજદારે અરજી ફોર્મ સબમિટ કર્યા પછી, સફળતાપૂર્વક નોંધણી થયા અંગેની પુષ્ટિ, એસએમએસ / ઈ- મેલ દ્વારા પ્રાપ્ત થશે. આથી, રજીસ્ટ્રેશન પુષ્ટિ પ્રાપ્ત કરવા માટે યોગ્ય મોબાઈલ નંબર / ઈ-મેલ સરનામું વિગેરે માહિતી બરાબર આપેલ છે. તેની ખાતરી કરી લેવી. આગળની પ્રક્રિયા માટે અરજીની પ્રીન્ટ આઉટ તથા ચલણની પ્રિન્ટ આઉટ અવશ્ય મેળવી લેવી.




 ફોટોગ્રાફનુ સ્‍કેનીંગ કરવા અંગે માર્ગદર્શન :



  •  અરજદારે ઓનલાઇન અરજી કરતાં પહેલાં નીચે આપેલ સ્પષ્ટીકરણો મુજબ અરજદારના ફોટોગ્રાફની સ્કેન (ડિજિટલ) ઇમેજ મેળવવા એક ફોટોગ્રાફની જરૂર પડશે.

  •  ફોટોગ્રાફની સ્પષ્ટ સ્કેન (ડિજિટલ) ઇમેજ અપલોડ કર્યા સિવાય અરજદારની ઑનલાઇન અરજી રજીસ્ટર કરવામાં આવશે નહીં.             


ફોટોગ્રાફની ઇમેજ :



  •  અરજદારનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો રંગીન ફોટોગ્રાફ હોવો જોઇએ.       

  •  અરજદારે, ફોટો રંગીન અને તેનું બેકગ્રાઉન્ડ લાઇટ કલર અથવા વ્હાઇટ કલરનું જ હોય તેમ ઇચ્છનીય હોવાથી, તે મુજબની ખાતરી કરી લેવી. 

  •  અરજદારે ફોટો પડાવતી વખતે ધ્યાન રાખવું કે, કેમેરા સામે હળવી મુદ્રામાં અને ચહેરો કેમેરાની સામે આવે તે મુજબનો હોવો જોઇએ. 

  •  પરિમાણો 200 x 230 પિક્સેલ્સ (ઇચ્છનીય)      

  •  ટોપી તથા ડાર્ક ગ્લાસીસ સ્વીકાર્ય નથી. પરંતુ ધાર્મિક માન્યતા પ્રમાણેની વસ્તુ ચહેરાની આડે ના આવે તેવી રીતે ઇચ્છનીય છે.

  •  ફોટોગ્રાફની ૨૦ કેબી – ૫૦ કેબી સુધીની સાઇઝ જ માન્ય છે.   

  •  સ્કેન ઇમેજ ૫૦ કેબી કરતાં વધુ નથી તેની ખાતરી કરી લેવી. ફાઇલ સાઇઝ ૫૦ કેબી કરતાં વધુ હોય તો, સ્‍કેનરના સેટીંગ્સમાં જઇ ફોટાની ડી.પી.આઇ. તથા તેને લગત રીઝોલ્યુસન ૫૦ કેબી સુધી આવે તેવી રીતે સેટ કરવું.                                       


 ફોટોગ્રાફ સ્કેન કરવા માટે :



  •  અરજી માટે ફોટો સ્કેન કરતી વખતે સ્‍કેનરનું રીઝોલ્યુશન ૨૦૦ ડી.પી.આઇ. સુધી રાખવું (ડોટ્સ પર ઇંચ)  

  • ટ્રુ કલર સેટ કોરો.     

  • ફાઈલ સાઈઝ ઉપર જણાવ્‍યા મુજબ રાખવી.    

  • સ્‍કેનરમાં સ્‍કેન કરેલી ઈમેજની ધારને/સહીની ધારને ક્રોપ કરવા માટે ઈમેજને ઈચ્છનીય સાઈઝમાં (ઉપર દર્શાવ્‍યા મુજબ) અપલોડ એડીટરનો ઉપયોગ કરી ફેરવવી.

  • ફોટો ફાઇલ JPG અથવા JPEG ફોર્મેટમાં હોવો જોઈએ.

  •  ફાઈલનું સૂચવ્યા મુજબના માપ અને ફોર્મેટની નહિ હોય, તો એપ્‍લીકેશન ભૂલ (ERROR)નો સંદેશો દર્શાવશે.                                                   


ફી કેવી રીતે ચુકવશો



  •  એપ્લીકેશન ફી ઓનલાઇન જ સ્વીકારમા આવશે.

  •  એપ્લીકેશન ફી ભરવા માટે, રિક્રુટમેન્ટ મેનુ મા આપેલ "Online Payment" પર કિલક કરવું.

  • એપ્લીકેશન નંબર અને જન્મતારીખ ટાઇપ કરી "Search" બટન પર કિલક કરવું.

  • પેમેન્ટ મોડ સિલેક્ટ કરી "Proceed for Payment" બટન પર કિલક કરવું.

  • ટ્રાન્જેકસન પૂરું થયા પછી સ્ક્રીન પર ટ્રાન્જેકસન સ્ટેટ્સ જોવા મળશે. SMS અને EMAIL રજિસ્ટર મોબાઇલ પર મોકલવામાં આવશે.

  •  પછીની પ્રકિયા માટે એપ્લીકેશન ડીટેલ અને રિસીપ પ્રિન્ટ કરવી.

  • એપ્લીકેશન ફી ની ચુકવણી ઓનલાઈન થયા બાદ જ રજીસ્ટ્રેશન માન્ય ગણાશે.


Education Loan Information:

Calculate Education Loan EMI