વડોદરા  શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે.  ભાજપના મહિલા ઉપપ્રમુખને  ગાયે  ફંગોળતા  માથામાં ઈજા પહોંચી છે. ભાજપના મહિલા  નેતાને ઈજા પહોંચતા માથામાં 4 ટાંકા આવ્યા છે.  શહેરમાં રખડતાં પશુઓના ત્રાસને 15 દિવસમાં જ દૂર કરવાની જાહેરાત પોકળ સાબિત થઈ છે. છેલ્લા 12 દિવસમાં ગાય દ્વારા ઈજા પહોંચાડવાની  પાંચથી વધુ ઘટનાઓ સામે આવી છે. જેમાં શહેરના હરિનગર વિનાયક સોસાયટીમાં રહેતાં જાગૃતિ પાઠક વોર્ડ 11માં ભાજપનાં ઉપપ્રમુખ છે. તેઓ ગત શુક્રવારે સાંજે વોર્ડ નંબર 11ની કચેરીથી પરત ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન ગાયોનાં ઝૂંડે તેઓને ફંગોળતાં રસ્તા પર પટકાયા હતા.  જેને પગલે તેમને માથામાં ઈજા થતાં બેભાન થઈ ગયા હતા.  તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. 


શહેરમાંથી રખડતા ઢોરને  દૂર કરવા હાથ ધરેલી ઝુંબેશ માત્ર પોકળ સાબિત થઈ છે. રખડતા ઢોરનાો આતંક છેલ્લા કેટલાક દિવસોમાં શહેરમાં વધી ગયો છે.  આ પહેલા 23 નવેમ્બરે બાજવા ફર્ટિલાઇઝર માર્કેટના ગેટની સામે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હતી. 23 અને 26 નવેમ્બરે રાજીવનગરમાં 2 વર્ષના બાળક એક ગાયે બે વખત કર્યો હુમલો કર્યો હતો. 24 નવેમ્બરે સમા વિસ્તારમાં સફાઇ સેવક કુણાલ સોલંકીને ગાયે ઈજા પહોંચાડી હતી. 27 નવેમ્બરે ગોરવામાં 50 વર્ષની વ્યક્તિને ગાયે શીંગડે ભરાવતાં ઈજા પહોંચી હતી.


ગુજરાતીઓ માટે ચેતવણી, રાજ્યમાં ‘ઓમિક્રોન’નો ભોગ બનેલા વૃધ્ધ કઈ રસીના બંને ડોઝ લીધેલા ? આ રસીથી રહેજો દૂર......


ગુજરાતમાં ‘ઓમિક્રોન’ વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે. કોરોના વાઇરસના નવા વેરિયન્ટ ‘ઓમિક્રોન’નો પ્રથમ કેસ ગુજરાતમાં નોંધાયો છે. ઝિમ્બાબ્વેથી 28 નવેમ્બરે જામનગર આવેલા 72 વર્ષના વૃધ્ધને ‘ઓમિક્રોન’ વાયરસનો ચેપ લાગતાં આ વૃધ્ધ કોરોનો પોઝિટિવ આવ્યા છે.



આ વૃધ્ધના કિસ્સામાં ચોંકાવનારી વાત એ છે કે, તેમણે રસીના બંને ડોઝ લીધા હતા છતાં તેમને ‘ઓમિક્રોન’નો ચેપ લાગ્યો અને કોરોના થયો છે. આ વૃધ્ધે ચાઇનીઝ રસી સાઇનોવેક્સના બન્ને ડોઝ લીધા હતા તેથી ચાઈનીઝ રસી લેતાં પહેલાં લોકોએ ચેતવા જેવું છે. ભારતમાં આ રસી માન્ય નથી પણ વિદેશમાં રહેતાં ગુજરાતીઓએ પોતાનાં સગાંને આ મુદ્દે ચેતવવાં જોઈએ. આ વૃધ્ધના સેમ્પલ પૂણે મોકલાયા હતા અને તે ઓમિક્રોન પોઝિટિવ હોવાનું શનિવારે કન્ફર્મ થયું હતું.



ઝિમ્બાબ્વેથી 28 નવેમ્બરે જામનગર આવેલા 72 વર્ષીય વૃદ્ધને 29 નવેમ્બર શરદી અને ખાંસીના લક્ષણો હોવાથી તેમણે ખાનગી લેબોરેટરીમાં પોતાનો કોરોનાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેઓ આફ્રિકાથી આવ્યા હોવાથી સેમ્પલ્સ પુણે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી સેન્ટરમાં મોકલાયા હતાં. આ સેમ્પલનો રિપોર્ટ શનિવારે પોઝિટિવ આવતા ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો હતો.



આ અંગે જામનગર જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘીએ કહ્યું કે, આ વૃધ્ધ વિદેશથી આવ્યા તેના બીજા જ દિવસથી આઇસોલેટ કરાયા હતા.  ઝિમ્બાબ્વેથી જામનગર મોરકંડા રોડ પર ગત  28 નવેમ્બરના રોજ પોતાન સાસરે આવેલા વૃધ્ધને શરદી, ઉધરસ હોવાથી તે આવ્યા ત્યારથી ડેન્ટલ હોસ્પિટલમાં આઇસોલેશનમાં રખાયા છે અને તકેદારીનાં તમામ પગલાં લેવામાં આવ્યા છે.